સ્ત્રી ટૂ ચાલી જતાં અક્ષય કુમારે પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઈન કરી
- ફલોપ અક્ષય સ્ત્રી ટૂની સફળતા વટાવવાની ફિરાકમાં
- પ્રિયદર્શન આ ફિલ્મ બનાવી રહ્યો છે, અક્ષય કુમારના જન્મદિને મોશન પોસ્ટર રીલિઝ કરાશે
મુંબઈ : શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવ જેવા કમર્શિઅલી બહુ સેલેબલ નહિ ગણાતા કલાકારોની ફિલ્મ 'સ્ત્રી ટૂ' કલ્પનાતીત રીતે સફળ નિવડી છે અને હવે ૫૦૦ કરોડનો બિઝનેસ કરવાના આરે છે. આ ફિલ્મની સફળતા જોઈ હવે અક્ષય કુમારને પણ એક હોરર કોમેડી ફિલ્મ કરવાની ચાનક ચઢી છે.
આમ તો 'સ્ત્રી ટૂ'માં અક્ષય કુમારનો પોતાનો કેમિયો પણ છે. જોકે, આ ફિલ્મની સફળતા તેને ખાતે લખાઈ નથી. છેલ્લા કેટલાય સમયથી સતત ફલોપ જઈ રહેલા અક્ષય કુમારને એક બહુ મોટી હિટ ફિલ્મની તાતી જરુર છે. આ માટે તેણે પોતાની જૂની કેટલીક કોમેડી ફિલ્મોના ડાયરેક્ટર પ્રિયદર્શનનું શરણું સાધ્યું છે.
પ્રિયદર્શનની આ ફિલ્મનું મોશન પોસ્ટર અક્ષય કુમારના જન્મદિને રીલિઝ થશે. અક્ષય કુમાર અગાઉ 'ભૂલભૂલૈયા' માં કામ કરી ચૂક્યો છે પરંતુ તે ફ્રેન્ચાઈઝ ી પણ તેની પાસેથી ઝૂંટવાઈ ચૂકી છે.