બે ફિલ્મો વચ્ચે છ મહિનાનો ગેપ રાખવા અક્ષય કુમાર સંમત
- ઉપરાછાપરી ફલોપ ફિલ્મોથી પસ્તાયો
- બડે મિયાં છોટે મિયાં આવતાં વર્ષે એપ્રિલમાં ઈદ વખતે રીલીઝ કરવા નિર્ણય
મુંબઇ : અક્ષય કુમાર ૨૦૨૨-૨૩માં તેની ઉપરાછાપરી રીલીઝ થયેલી બધી ફિલ્મો ફલોપ જતાં પસ્તાયો છે. હવે તેણે પોતાની ફિલ્મો વચ્ચે શક્ય હોય તો છ મહિનાનો ગેપ રાખવાનું નક્કી કર્યું છે.
અક્ષયના આ નિર્ણયને પગલે તેની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આવતાં વર્ષે એપ્રિલમાં ઈદ વખતે રીલીઝ થશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ તેનો સહકલાકાર છે.
પાછલાં દોઢ વર્ષમાં અક્ષયની રીલીઝ થયેલી 'બચ્ચન પાંડે', 'સમ્રાટ પૃથ્વીરાજ', 'રક્ષાબંધન', 'કઠપૂતલી', 'રામસેતુ', 'મિશન રાણીગંજ' આ તમામ ફલોપ થઈ છે.
અક્ષય કુમારને સલાહ આપવામાં આવી છે કે તેની ફિલ્મો વચ્ચે બે-ચાર મહિનાનો પણ ગેપ હોવો જોઈએ. તેનો એક કમિટેડ દર્શક વર્ગ છે પરંતુ તેઓ પણ ઉપરાછાપરી તેની ફિલ્મો જોઈ શકે નહીં.
કોવિડ પહેલાંના સમયગાળામાં અક્ષય કુમાર બોલીવૂડનો સેલેબલ સ્ટાર ગણાતો હતો. તેની દરેક ફિલ્મ એક ચોક્કસ વકરો ખેંચી લાવતી હતી. પરંતુ, હવે અક્ષયની એક પણ ફિલ્મ ખર્ચો પણ કાઢી શકશેકે કેમ તેની કોઈ ગેરન્ટી રહી નથી.