લગ્નના 3 જ વર્ષમાં એક્ટર છુટાછેડાની તૈયારી, 2 વર્ષની દીકરી પણ છે, કહ્યું- મુશ્કેલી પડશે
Akshay Kharodia Announces Separation : ટીવી શો 'પંડ્યા સ્ટોર' ફેમ અભિનેતા અક્ષય ખરોડિયાએ હૃદયદ્રાવક સમાચાર શેર કર્યા છે. એક્ટરે જાહેરાત કરી છે કે તેઓ તેની પત્ની દિવ્યા પુનેથાથી અલગ થઈ રહ્યા છે. અક્ષયે સોશિયલ મીડિયા પર તેની પત્ની દિવ્યા અને પુત્રી રૂહી સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને આ ખરાબ સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, ઘણી ચર્ચા કર્યા પછી અમે બંન્ને સાથે મળીને આ નિર્ણય લીધો છે.
અમારા પરિવાર માટે આ સરળ નિર્ણય નથી
અક્ષયે વધુમાં કહ્યું કે, મારા અને દિવ્યા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, દિવ્યા અને દિકરી રૂહી મારા માટે ભેટ સ્વરુપ છે. બંને અલગ થયા પછી પણ સાથે મળીને બેબીનું ધ્યાન રાખશે. અમારા પરિવાર માટે આ સરળ નિર્ણય નથી. અમે આ મુશ્કેલ સમયમાં તમારી સમજણ, દયા અને પ્રાઈવસીની માંગ કરીએ છીએ.
છૂટાછેડાના સમાચાર સાંભળી ચાહકો નારાજ
અભિનેતાનું એવું પણ કહેવું છે કે, મારા અને દિવ્યાના સંબંધોને તેમના પ્રેમ અને સાથેની વિતેલી યાદો માટે યાદ કરવી જોઈએ, અમારા અલગ થવા માટે નહીં. સોશિયલ મીડિયા પર અક્ષય ખરોડિયા અને દિવ્યા પુણેથાના છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ નારાજ છે. યૂઝર્સ એક્ટરને સવાલ કરી રહ્યા છે કે, આખરે તેમણે કેમ આ નિર્ણય કરવો પડ્યો. અક્ષય ખરોડિયા તેના શો 'પંડ્યા સ્ટોર' માટે જાણીતો છે. હાલમાં તે સિરિયલ 'સુહાગન'માં વેદાંતની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે.