અક્ષય-અનન્યાની ફિલ્મની રીલિઝ આગામી માર્ચમાં
- એડવોકેટ સી શંકરન નાયરની બાયોપિક હશે
- ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી, આર.માધવન પણ મહત્વની ભૂમિકામાં હશે
મુંબઇ : અક્ષય કુમાર અને અનન્યા પાંડેની આગામી ફિલ્મની રીલિઝ આગામી ૧૪મી માર્ચના રોજ થશે. બ્રિટિશ કાળ વખતના એડવોકેટ સી. શંકરન નાયરની આ બાયોપિકમાં આર. માધવન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી.
સી. શંકરન નાયરે બ્રિટિશ શાસકો સામે બાથ ભીડી હતી. તેમણે જલિયાવાલાં હત્યાકાંડ બાદ વાઈસરોયની કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું હતું. 'ધ કેસ દેટ શૂક ધી એમ્પાયર' નામનાં પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે. તેમાં અનન્યા પાંડે અક્ષય કુમારના આસિસ્ટન્ટની ભૂમિકામાં હશે. કરણ જોહરે પ્રોડયૂસ કરેલી ફિલ્મનું દિગ્દર્શન કરણસિંહ ત્યાગીનું છે.
દરમિયાન આ ફિલ્મની રીલિઝ ડેટની જાહેરાત પછી સોશિયલ મીડિયા યૂઝર્સએ કરણ જોહરની એમ કહીને ટીકા કરી હતી કે શું કરણને બોલીવૂડમાં આલિયા અને અનન્યા સિવાય અન્ય કોઈ અભિનેત્રીની જાણ નથી ? તેણે આ અભિનેત્રીઓને દત્તક લીધી હોય તેમ લાગે છે.