અક્ષય, અભિષેકની હાઉસફૂલ ફાઈવનું શૂટિંગ પૂરું થયું
- ફિલ્મ આવતા જૂન મહિનામાં રજૂ થવાની છે
- અભિષેક , રીતેશ દેશમુખ સહિતના કલાકારોની સેટ પરની છેલ્લી તસવીર પોસ્ટ કરાઈ
મુંબઈ : અક્ષય કુમાર સહિતના કલાકારોની ફિલ્મ 'હાઉસફૂલ ફાઈવ'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં જશે. ફિલ્મ આગામી જૂનમાં રીલિઝ થવાની છે.
ફિલ્મના કલાકારોમા અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, ચંકી પાંડે, શ્રેયસ તળપદે, જેક્લિન ફર્નાન્ડિઝ, નરગીસ ફખરી તથા અન્યોનો પણ સમાવેશ થાય છે.
ફિલ્મના સર્જકોએ સેટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં અભિષેક, રિતેશ સહિતના કલાકારો દેખાય છે.
આ તસવીર સાથે શૂટિંગ પૂર્ણ થયાની ઘોષણા કરાઈ હતી.