અજય ઓટીટી પ્લેટફોર્મ માટે ક્રાઈમ થ્રીલર સીરિઝ બનાવશે

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
અજય ઓટીટી પ્લેટફોર્મ માટે ક્રાઈમ થ્રીલર સીરિઝ બનાવશે 1 - image


- હની ત્રેહાનને સીરિઝનું દિગ્દર્શન સોંપાયું

- જોકે, આ સીરિઝની કાસ્ટ તથા ઓટીટી પ્લેટફોર્મ અંગેની વિગતો હજુ પ્રગટ કરાઈ નથી

મુંબઇ : અજય દેવગણ પ્રોડયૂસર તરીકે એક ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝ બનાવી રહ્યો છે. જોકે, આ સીરિઝમાં તે પોતે અભિનય કરશે કે કેમ અથવા તો અન્ય કયા કલાકારો હશે તે હજુ પ્રગટ થયું નથી. 

અજય દેવગણની નિર્માણ કંપની એક પછી એક ફિલ્મો અને વેબ-સીરિઝનું નિર્માણ કરી રહી છે. અજય દેવગણના પ્રોડકશન હાઉસ હેઠળ બનેલી 'શૈતાન' ફિલ્મ સફળ થઇ હતી. આ પછી તેના બેનર હેઠળ બે પ્રોજેક્ટ બની રહ્યા છે, જેમાં તેની 'સિંઘમ અગેઇન' અને કાજોલની એક હોરર ફિલ્મનો સમાવેશ  થાય છે. હવે આ યાદીમાં એક વેબ સીરીઝનો ઉમેરો થયો છે. આ થ્રિલર વેબ સીરીઝનું દિગ્દર્શન હની ત્રેહાન  કરશે.

હાલ આ સીરીઝની વાર્તા લખાઇ રહી છે અનેઆ વરસના અંતમા તેનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. હની ત્રેહાને અગાઉ 'રાત અકેલી હૈ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. 


Google NewsGoogle News