અજય-તબુ લાંબા સમય પછી રોમાન્ટિક જોડીમાં

Updated: May 1st, 2024


Google NewsGoogle News
અજય-તબુ લાંબા સમય પછી રોમાન્ટિક જોડીમાં 1 - image


- અજય દેવગણ-તબુની ઔરો મેં કહાં દમ થા જુલાઈમાં આવશે

મુંબઇ : અજય દેવગણ અને તબુની ફિલ્મ 'ઔરો મેં કહાં દમ થા' આગામી જુલાઈ માસમાં રીલિઝ થશે.  'અ વેડનેસ ડે' સહિતની ફિલ્મોના દિગ્દર્શનક નીરજ પાંડેની આ ફિલ્મમાં તબુ અને અજય રોમાન્ટિક જોડીમાં દેખાવાનાં છે. 

આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે. વાસ્તવમાં મૂળ પ્લાનિંગ અનુસાર તે ગત ૨૬મી એપ્રિલે  રીલિઝ થવાની હતી. જોકે, કેટલાંક સમય પહેલાં નક્કી થઈ ગયું હતું કે ફિલ્મ નિર્ધારિત શિડ્યૂલ કરતાં મોડી રીલિઝ થશે. એપ્રિલમાં કેટલીક મોટી ફિલ્મો રીલિઝ થવાની હોવાથી તેની સાથે ટક્કર ટાળવા નવી તારીખ શોધવામાં આવી હતી. 

અજય દેવગણ અને તબુ સાથે આ ફિલ્મમાં જિમી શેરગિલ, શાંતનું મહેશ્વરી અને સાંઇ માંજરેકર  સહિતના કલાકારો પણ છે. 


Google NewsGoogle News