Get The App

સિંઘમ અગેઈનમાં અજયને 35 કરોડ, અક્ષયને કેમિયોના 20 કરોડ મળ્યા

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
સિંઘમ અગેઈનમાં અજયને 35 કરોડ, અક્ષયને કેમિયોના 20 કરોડ મળ્યા 1 - image


- દીપિકાને છ કરોડ, રણવીરને 10 કરોડ મળ્યા

- ફિલ્મની મુખ્ય હિરોઈન કરીના કપૂરને 10 કરોડની ફી અપાઈ, વિલન અર્જુન કપૂરને છ કરોડ

મુંબઇ : બોલીવૂડમાં જામી ચૂકેલા કલાકારોને તેમની પાછલી ફિલ્મો નહીં પરંતુ સ્ટાર વેલ્યૂના આધારે પેમેન્ટ કરાતું હોવાનું તથા હિરોની સરખામણીએ હિરોઈનોેને ઓછું પેમેન્ટ કરાતું હોવાનું 'સિંઘમ અગેઇન' ફિલ્મથી પુરવાર થયું છે. અજય દેવગણની પાછલી મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ થઈ હોવા છતાં પણ 'સિંઘમ અગેઈન' માટે તેને ૩૫ કરોડ ચૂકવાયા હોવાનું કહેવાય છે. 

આ ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય કુમાર બંને કેમિયો કરી રહ્યા છે. પરંતુ, રણવીરને ૧૦ કરોડ ચૂકવાયા છે જ્યારે અક્ષય કુમારને તેના સ્ટેટસ  પ્રમાણે ૨૦ કરોડ રુપિયા અપાયા હોવાનું કહેવાય છે. 

રણવીરની સામે તેની પત્ની અને એકટ્રેસ દીપિકાને છ કરોડ ચૂકવાયા છે. ફિલ્મની હિરોઈન કરીના કપૂરને દસ જ કરોડ ચૂકવાયા છે. કરીનાની સરખામણીએ અર્જુન કપૂર એક કલાકાર તરીકે તદ્દન બેકાર અને ફલોપ હોવા છતાં તેને પણ દસ કરોડ રુપિયા જ ચૂકવાયા છે. 

ફિલ્મ માટે ટાઈગર શ્રોફને ત્રણ કરોડ અને જેકી શ્રોફને બે કરોડની ફી મળી હોવાનું કહેવાય છે. 


Google NewsGoogle News