અજય દેવગણની રેઈડ ટૂ આગામી મેમાં રીલિઝ થશે
- બીજી વખત રીલિઝ ઠેલાઈ ગઈ
- રેઈડ ના પહેલા ભાગમાં ઇલિયાના હતી આ વખતે તેનું સ્થાન વાણી કપૂરે લીધું
મુંબઇ : અજયદેવગની 'રેઈડ ટૂ' આવતા મે મહિને થિયેટરોમાં રિલીઝ કરવામા ંઆવશે. આ વખતે ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર જોડી જમાવવાની છે.રિતેશ દેશમુખ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. મૂળ ફિલ્મમાં અજય દેવગણ સાથે ઇલિયાના ડી ક્રૂઝ હિરોઈન હતી.
આ ફિલ્મ મૂળ તા. ૧૫મી નવેમ્બરે રીલિઝ થવાની હતી. તે પછી તે આગામી ફેબુ્રઆરીમાં રીલિઝ કરવાની જાહેરાત કરાઈ હતી. હવે પહેલી મેની તારીખ જાહેર કરાઈ છે.
'રેઇડ ટૂ' ની સ્ટોરી ઉત્તર પ્રદેશના કરચોરના કેસ પર આધારિત છે. ઉત્તર પ્રદેશના એકક રાજનેતા-વ્યવસાયી પર ૧૦૦ કરોડ રૂપિયાથી અધિક કરચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેની આસપાસ ફિલ્મની વાર્તા છે.
ફિલ્મના દિગ્દર્શક રાજ કુમાર ગુપ્તા છે. આ ફિલ્મમાં અજય દેવગણ સાથે રિતેશ દેશમુખ, વાણી કપૂર, સૌરભ શુક્લા, વરુણ શર્મા અને અરબાઝ ખાન જોવા મળવાના છે.