અજય દેવગણની દે દે પ્યાર દે ટૂ છ મહિના પાછી ઠેલાઈ ગઈ
- અજયને ફરી અનુકૂળ રીલિઝ ડેટના વાંધા
- આગામી માર્ચને બદલે હવે છેક નવેમ્બરમાં રીલિઝ કરાશે
મુંબઇ : અજય દેવગણની ફિલ્મોની રીલિઝ પાછી ઠેલાવાનો સિલસિલો ફરી શરુ થઈ ગયો છે. તેની 'દે દે પ્યાર દે ટૂ' હવે નવેમ્બર- ૨૦૨૫માં રીલિઝ થવાની છે. મૂળ આ ફિલ્મ આગામી માર્ચમાં રીલિઝ થવાની હતી.
આ પહેલાં અજયની ફિલ્મ 'રેઈડ ટૂ'ની પણ તારીખ બદલીને આગામી મે પર કરવામા ંઆવી છે.
'દે દે પ્યાર દે ટૂ'ફિલ્મમાં અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને તબુ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે આર. માધવન રકુલના પિતાના રોલના છે.
અજય અને રકુલ પ્રથમ ભાગના રોલને જ આગળ વધારશે.