અજય દેવગણ વધુ એક શ્યોર હિટ માટે 'રેડ ટૂ' બનાવશે
- સ્ટોરી આઈડિયાનાં અભાવમાં વધુ એક ફ્રેન્ચાઈઝી
- પહેલી 'રેડ' કરતાં પણ વધારે રસપ્રદ સ્ટોરી મળી ગઈ હોવાનો દાવો
મુંબઇ: અજય દેવગણ હવે એક ફ્રેન્ચાઈઝી સ્ટાર બની ને રહી ગયો છે. તે હવે 'રેડ ટૂ' માં અભિનય કરશે.
અજય આ પહેલાં 'સિંઘમ' અને 'દ્રશ્યમ' તથા 'ગોલમાલ' જેવી ફિલ્મો ના એકથી વધુ ભાગમાં કામ કરી ચુક્યો છે. બોલીવુડ પાસે તેના જેવા સ્ટાર માટે સ્ટોરી આઈડિયા ખૂટી ગયા છે. અજય પણ પહેલો ભાગ સફળ હોય એટલે તેની ગુડવીલના જોરે વધુ ભાગમાં તરત સફળતાની આશાએ દોરવાઈ જાય છે. રેડના પહેલા ભાગમાં સૌરભ શુક્લાની એક્ટિંગ ના વખાણ થયાં હતાં. જોકે, હજુ બીજા ભાગના બાકીના કલાકારોની જાહેરાત હવે થશે.
સર્જકોના દાવા અનુસાર તેમને પહેલા ભાગ કરતાં પણ વધારે રોચક વાર્તા મળી છે એટલે તેમણે બીજો ભાગ બનવવાનું નક્કી કર્યું છે.