અજય દેવગણ ભાણેજ અમન માટે હોરર કોમેડી ફિલ્મ બનાવશે
- સ્ટાર કિડને પહેલી ફિલ્મની રીલિઝ પહેલાં જ વધુ એક તક
- ભાણેજને બોલીવૂડમાં સેટ કરી દેવા માટે અજયે હોરર કોમેડીની હિટ ફોર્મ્યૂલા પસંદ કરી
મુંબઇ : અજય દેવગણના ભાણેજ અમન દેવગણની ડેબ્યૂ ફિલ્મ 'આઝાદ' રજૂ થાય તે પહેલાં જ અજય દેવગણે તેને લઈને વધુ એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે. આમ સ્ટાર કિડ હોવાના કારણે અમન દેવગણને પોતાની જાતને પુરવાર કર્યા વિના જ મામાની ફિલ્મ મળી ગઈ છે.
અજય પોતાના ભાણેજને બોલીવૂડમાં સેટ કરી દેવા તત્પર છે. ભાણેજને પોતાના સ્ટારડમનો લાભ મળે એટલે 'આઝાદ'માં તે પોતે ભૂમિકા ભજવી રહ્યો છે. હવે 'ઝલક' માટે પણ તેણે પાછલાં વર્ષમાં સૌથી હિટ નીવડેલાં કોમેડી હોરરનાં જોનરને પસંદ કર્યું છે. આ માટે તેણે 'મૂજ્યા'ના લેખક તુપષાર અજગાંવકરને આ ફિલ્મ લખવાની જવાબદારી આપી છે. ગુજરાતી ફિલ્મ 'ઝમકૂડી'ના દિગ્દર્શક ઉમંગ વ્યાસ'ને દિગ્દર્શનની જવાબદારી સોંપાઈ છે.