અજય દેવગણ-તબુની રોમાન્ટિક ફિલ્મ આવતાં વર્ષે રજૂ થશે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
અજય દેવગણ-તબુની રોમાન્ટિક ફિલ્મ આવતાં વર્ષે રજૂ થશે 1 - image


- ડાયરેક્ટર નીરજ પાંડેએ ઘોષણા કરી

- ઔરોમેં કહા દમ થા ફિલ્મમાં જીમી શેરગીલ અને સાઈ માંજરેકર સહિતના કલાકારો

મુંબઇ : અજય દેવગણ અને તબુએ અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. વર્ષો પછી તેઓ 'ઔરો મેં કહા દમ થા'નામની રોમાન્ટિક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતાં વર્ષે એપ્રિલમાં રજૂ થશે. ડાયરેક્ટર નીરજ પાંડેએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરી હતી. 

આ ફિલ્મમાં ૨૦૦૨થા ૨૦૨૩ સુધીના દાયકાને વણી લેવામાં આવ્યો છે. આ એક સહિતના કલાકારો પણ કામ કરી રહ્યા છે. 'આરઆરઆર' ફિલ્મ માટે ઓસ્કર મેળવનારા એમ. એમ. કિરવાનીએ ફિલ્મનું સંગીત આપ્યું છે. 

અજય દેવગણ અને તબુની ભૂમિકાઓ વિશે હજુ ઝાઝી વિગતો જાહેર કરાઈ નથી. છેલ્લા કેટલાય સમયથી અજય દેવગણ સતત એક્શન રોલ જ કરી રહ્યો છે. બીજી તરફ તબુ પસંદગીની જ ફિલ્મો કરી રહી છે. તાજેતરમાં તબુએ 'ભૂલભૂલૈયા'ની હિટ ફ્રેન્ચાઈઝીમાં પણ ત્રીજા ભાગમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.


Google NewsGoogle News