Photo : અજય દેવગણે શર્ટલેસ ફોટો શેર કર્યો, બોડી જોઈને ફેન્સ ચોંક્યા, ઉંમરને લઈને શરૂ થઈ ચર્ચા

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
Photo : અજય દેવગણે શર્ટલેસ ફોટો શેર કર્યો, બોડી જોઈને ફેન્સ ચોંક્યા, ઉંમરને લઈને શરૂ થઈ ચર્ચા 1 - image


Ajay Devgn Photo : અજય દેવગણની ઉંમર હાલ 54 વર્ષ છે, પરંતુ તેમણે પોતાની ફિટ બૉડી અને ટ્રાન્સફોર્મેશનથી સૌકોઈના હોશ ઉડાવી દે છે. અક્ષય કુમારની જેમ અજય દેવગણ ફીટનેસના ખુબ વખાણ થાય છે. હાલમાં તેઓ પોતાના એક ફોટોને લઈને ચર્ચામાં છે, જેણે ફેન્સને ચોંકાવી દીધા છે. અજય દેવગણે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક શર્ટલેસ ફોટો શેર કર્યો, જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ રહ્યો છે.

54 વર્ષના અજય દેવગણે શેર કર્યો શર્ટલેસ ફોટો

'X' અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટોમાં 54 વર્ષીય અજય દેવગણ પોતાના એબ્સ અને ટોન્ટ બોડી દેખાડતા નજરે આવી રહ્યા છે. ગોગલ્સ લગાવેલ અને શોર્ટ્સ પહેરેલા અજય દેવગણનો આ અંદાજ જોઈને ફેન્સ ખુબ વખાણ કરી રહ્યા છે. એક્ટરનું આવું ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સનું કહેવું છે કે, તેઓ વધતી ઉંમરની સાથે વધુ જવાન થઈ રહ્યા છે. ટોન્ટ બોડી અને એબ્સની સાથે અજય પોતાના ભગવાન શિવનં ટેટૂ પણ ફ્લોન્ટ કરતા નજરે આવી રહ્યા છે. તો બીજી તરફ અજય દેવગણના ફોટોને લઈને ચર્ચા શરૂ થઈ છે કે ફીટનેસ જોઈને ઉંમરનો અંદાજ લગાવી શકાય છે કે નહીં.

'શેતાન' અને 'સિંઘમ અગેન'માં નજરે પડશે અજય દેવગણ

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગણ ટુંક સમયમાં જ ફિલ્મ 'શેતાન'માં નજરે પડશે. આ 8 માર્ચે રિલીઝ થશે. ત્યારબાદ તેઓ રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં નજરે પડશે, જે 15 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, ટાઈગર શ્રોફ, વિક્કી કૌશલ અને અર્જુન કપૂર પણ નજરે આવશે.


Google NewsGoogle News