Get The App

અજય દેવગણની શૈતાન આવતા માર્ચમાં રીલીઝ થશે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
અજય દેવગણની શૈતાન આવતા માર્ચમાં રીલીઝ થશે 1 - image


- જ્યોતિકાનું 23 વર્ષ પછી બોલીવૂડમાં પુનરાગમન

- અજય સાથે માધવન પણ સહકલાકાર, વિકાસ બહલે દિગ્દર્શન કર્યું છે

મુંબઇ : અજય દેવગણન ફિલ્મ 'શૈતાન' આગામી માર્ચમાં રીલીઝ થશે. આ ફિલ્મ દ્વારા સાઉથની હિરોઈન જ્યોતિકા ૨૩ વર્ષ પછી બોલીવૂડમાં પુનરાગમન કરી રહી છે. 

જ્યોતિકા 'ડોલી સજા કે રખના' ફિલ્મથી જાણીતી બની હતી. છેલ્લે તે ૨૦૦૧માં 'લીટલ જ્હોન' ફિલ્મમાં દેખાઈ હતી. તે પછી તે સાઉથની ફિલ્મો તરફ વળી ગઈ હતી. તમિલ ફિલ્મોની તે બહુ મોટી સ્ટાર ગણાય છે. હવે અઢી દાયકા પછી પહેલીવાર તે કોઈ હિંદી ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં અજય દેવગણ અને જ્યોતિકા ઉપરાંત આર. માધવન પણ છે. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાની આ પહેલી હિંદી ફિલ્મ બનશે. આ ફિલ્મ મૂળ ગુજરાતી 'વશ'ની હિંદી રિમેક છે. મૂળ ગુજરાતી ફિલ્મમાં પણ જાનકી બોડીવાલાએ ભૂમિકા ભજવી હતી. 

અજય દેવગણ ફિલ્મનો પ્રોડયૂસર પણ છે. ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલે કર્યું છે. 


Google NewsGoogle News