અજય દેવગણ અતિશય દંભી, તાપસી ભારે તોછડી છે
- પાપારાઝીઓએ સ્ટાર્સની પોલ ખોલી
- રણવીર, રણબીર, દીપિકા અને કરીના હંમેશાં ખુશ થઈને પોઝ આપે છે
મુંબઇ : બોલીવૂડ સ્ટાર્સમાં અજય દેવગણ ભારે દંભી છે જ્યારે તાપસી પન્નુ બહુ તોછડી છે તેવો અનુભવ સેલેબ્સની તસવીરો લેતા પાપારાઝીઓને થયો છે. એક પાપારાઝી ફોટોગ્રાફરે એક સોશિયલ મીડિયા સાઈટ પર આ કલાકારોની પોલ ખોલી હતી.
એક ઈન્ટરેક્ટિવ સેશનમાં એક પાપારાઝીએ કહ્યું હતું કે રણવીર સિંહ, રણબીર કપૂર, દીપિકા પદુકોણ અને કરીના કપૂર અમારા ખાસ ફેવરિટ છે. તેઓ હંમેશા ખુશી ખુશી ઊભા રહે છે અને પોઝ આપે છે.
જ્યારે અમારી ટીમ તાપસી અને જયા બચ્ચનથી હંમેશા નારાજ રહેતી હોય છે.
તેઓ હંમેશા ફોટોગ્રાફરો સાથે જીભાજોડી કરતી જોવા મળે છે. અજય દેવગણ બહુ દંભી છે. તેનો વર્તાવ કેમેરા સામે અને કેમેરા વિના એકસરખો હોતો નથી. સારા અલી ખાન ફોટોગ્રાફર્સ સાથે હંમેશાં સારાસારી રાખે છે જ્યારે કિયારા અડવાણી એક પ્રકારનું અંતર જાળવે છે. તે બહુ આત્મીય પણ નથી બની જતી તો તે બહુ ઉદ્ધત રીતે પણ પેશ આવતી નથી.
આ પાપારાઝીએ સાઉથના વિજય દેવરકોંડા, મહેશબાબુ તથા જુનિયર એનટીઆરને પણ દંભી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જુનિયર એનટીઆર જાહેરમાં કેમેરા સામે એકદમ સૌમ્ય વર્તાવ કરે છે પરંતુ હોટલની લોબીમાં તે ભારે રોફ છાંટતો હોય છે.