સિંઘમ અગેઈનનાં શૂટિંગ વખતે અજય દેવગણને આંખમાં ઈજા

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
સિંઘમ અગેઈનનાં શૂટિંગ વખતે અજય દેવગણને આંખમાં ઈજા 1 - image


- સેટ પર ડોક્ટરને બોલાવી સારવાર

- ફાઈટ સિકવન્સ વખતે ઘટનાઃ ઈજા બહુ ગંભીર નહીં હોવાથી ચાહકોને હાશકારો

મુંબઇ : અજય દેવગણને 'સિંઘમ અગેઈન'ના શૂટિંગ વખતે આંખમાં ઈજા થતાં સેટ પર તબીબને બોલાવી સારવાર આપવામાં આવી હતી. 

મુંબઈના વિલે પાર્લાની એક ફેક્ટરીમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ફાઈટ સિકવન્સ દરમિયાન અજયને આંખમાં ઈજા થઈ હતી. 

અજય રોહિત સાથે ફિલ્મના એકશન દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યો હતો. તેવામાં તેનો ચહેરો કોઇ ચીજ સાથે અથડાયો હતો અને તેમાં તેની આંખને ઇજા પહોંચી હતી. અજયે શૂટિંગથી થોડો સમય બ્રેક લીધો હતો. તરત જ ડોકટરને સેટ પર બોલાવવામાં આવ્યો હતો અને તેણે અજયની સારવાર કરી હતી. 

અજયે થોડી જ વારમાં ફરી શૂટિંગ શરૂ કર્યું હતું અને  સાંજના એ શૂટિંગ સફળતાથી પુરુ થઇ ગયુ ંહતું. અજય જ્યારે  ટૂંકા બ્રેક પર હતો ત્યારે રોહિત શેટ્ટીએ ઓન-સ્ક્રીન ગુંડાઓ સાથે થોડા દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. 


Google NewsGoogle News