સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા

અજય દેવગને હાલમાં જ ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતું

સિંઘમ અગેનમાં અજય સાથે અન્ય ઘણાં બોલીવૂડ સ્ટાર્સ પણ જોવા મળશે

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા 1 - image
Image:SocialMedia

Ajay Devgn Injured During Singham Again Shooting : અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને લઈને એક સમાચાર આમે આવ્યા છે જેનાથી તેના ફેન્સની ટેન્શન વધી શકે છે. જાણવા મળી રહ્યું છે કે અજય ફિલ્મના એક સીનની શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.

શૂટિંગ દરમિયાન અજયને આંખમાં થઇ ઈજા

મળેલા અહેવાલો મુજબ અજય દેવગન, રોહિત શેટ્ટી અને તેની ટીમ સાથે વિલે પાર્લેમાં શૂટિંગ કરી રહ્યો હતો. અજય એક કોમ્બેટ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે તેના ચહેરા પર ફટકો વાગી ગયો જેના કારણે તેની આંખમાં ઈજા થઈ હતી. ઈજા બાદ અજય દેવગને થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડૉક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ સમય દરમિયાન રોહિતે તેના કામને અસર ન થવા દીધી અને બાકીના સીનનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

અજય દેવગન સાથે આ બોલીવૂડ સ્ટાર્સ પણ દેખાશે ફિલ્મમાં

અજય થોડો સ્વસ્થ થયા પછી તેણે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઈન' સિંઘમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. 

સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા 2 - image


Google NewsGoogle News