Get The App

પુષ્પા 2 અને સિંઘમ અગેનની ટક્કર પર અજય દેવગણ નારાજ, જાણો કઈ ફિલ્મની બદલાશે રિલીઝ ડેટ

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
પુષ્પા 2 અને સિંઘમ અગેનની ટક્કર પર અજય દેવગણ નારાજ, જાણો કઈ ફિલ્મની બદલાશે રિલીઝ ડેટ 1 - image


નવી મુંબઇ,તા. 12 સપ્ટેમ્બર 2023, મંગળવાર   

એક દિવસ પહેલાં જ સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની રિલીઝ ડેટ જાહેર થઇ છે. ફેન્સમાં પણ આ ફિલ્મને લઇને ભારે ઉત્સાહ છે. વર્ષ 2024 માટેનું મૂવી કેલેન્ડર ઘણું સોલિડ છે. આ વર્ષે ઘણી રાહ જોવાતી ફિલ્મો રિલીઝ થવાની છે. આવી બે ફિલ્મો પુષ્પા 2 અને સિંઘમ છે. ત્યારે હવે પુષ્પાની સિંઘમ સાથે ફરીથી ટક્કર થઈ હોવાના અહેવાલ છે. 

માહિતી મળી છેકે, પુષ્પા 2 ની રિલીઝ ડેટ જાહેર થતા રોહિત શેટ્ટી ખુશ નથી. રોહિત શેટ્ટી અને તેની ટીમ નથી ઈચ્છતી કે બોક્સ ઓફિસ ક્લેશને કારણે તેમની ફિલ્મને કોઈ નુકસાન થાય, તેથી તેઓ તારીખ બદલી શકે છે.

ફિલ્મની નજીકના સૂત્રો માને છે કે પુષ્પા 2 અને સિંઘમની સિક્વલ બંને બ્લોકબસ્ટર સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. 

નિર્માતાઓ માટે તણાવની વાત એ છે કે, બંને ફિલ્મો એક જ તારીખે એટલે કે 15મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. 15મી ઓગસ્ટ એ જાહેર રજા હોય છે તેથી શાળા –કોલેજો અને ઓફિસોમાં પણ રજાનો માહોલ હોય છે.  આવી સ્થિતિમાં, નિર્માતાઓ આ તારીખને રોકડ કરવાની તક જવા દેતા નથી. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી.

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, રોહિત શેટ્ટી કે અજય દેવગન બંને અલ્લુ અર્જુનના નિર્ણયથી નારાજ છે કારણ કે, એક બ્લોકબસ્ટર બની ગયેલી ફિલ્મની તારીખ જાહેર થઇ ગઇ હતી. અલ્લુ અર્જુને કોઈપણ માહિતી આપ્યા વિના એજ દિવસે પોતાની ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 

સૂત્રએ કહ્યું, પુષ્પા અને સિંઘમ બંને હિન્દી બ્લોકબસ્ટર હોઈ શકે છે અને તેમના માટે એક જ તારીખે આવવાનો કોઈ અર્થ નથી. અજય અને રોહિતે સાથે મળીને તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. અજય અને રોહિતને લાગે છે કે, પુષ્પાને રજાની જરૂર છે પરંતુ સિંઘમ એટલી મોટી બ્રાન્ડ છે ,કે તે કોઈપણ રજા વિના પણ રેકોર્ડ તોડી નાખશે. તેઓ પુષ્પાના ધંધાને નુકસાન પહોંચાડવા અને નુકસાન સહન કરવા પણ માંગતા નથી.

માહિતી એ પણ મળી છે કે, જો અલ્લુ અર્જુને અજય દેવગનને ફોન કર્યો હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.  ઈન્ડસ્ટ્રીના લોકોએ એકજૂટ રહેવું જોઈએ. અજય અને રોહિત આ 'ડર્ટી ગેમ'માં પડવા માંગતા નથી.


Google NewsGoogle News