અજય દેવગણ અને કાર્તિક આર્યન બોક્સ ઓફિસ પર ટકરાશે
- અજયે ફિલ્મ રીલીઝ ઠેલવાની ના પાડી
- ઔરો મેં કદાં દમ થા અને ચંદુ ચેમ્પિયન બંને જૂનમાં એક જ દિવસે રીલીઝ થશે
મુંબઇ : આગામી જૂન માસમાં અજય દેવગણ અને કાર્તિક આર્યન બોક્સ ઓફિસ પર ટકરાશે. બંને વચ્ચે સમાધાનના પ્રયાસ નિષ્ફળ ગયા છે. આથી અજય દેવગણની 'ઔરો મેં કહાં દમ થા' અને કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન' એક જ દિવસે રીલીઝ થશે.
'ચંદુ ચેમ્પિયન'ની રીલીઝ ડેટ અગાઉ જાહેર થઈ ગઈ હતી. બીજી તરફ અજય દેવગણની 'મૈદાન' ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. અજય પોતાની બે ફિલ્મો વચ્ચ ેઅંતર જાળવવા ઈચ્છતો હોવાથી તેણે 'ઔરો મેં કહાં દમ થા' જૂનમાં ઠેલી છે. ટ
એક જ દિવસે બે ફિલ્મો રીલીઝ ન થાય તે માટે સમાધાનના પ્રયાસ થયા હતા. પરંતુ, તે નિષ્ફળ ગયા હતા.
અજય દેવગણની પાછલી કેટલીય ફિલ્મો સતત નિષ્ફળ ગઈ છે. હવે આ વર્ષમાં તેની અનેક ફિલ્મો બહુ ટૂંકા સમયગાળામાં એકસાથે રીલીઝ થવાની છે. જોકે, તેમાંની કોઈ ફિલ્મ તેને બહુ મોટા પાયે સફળતા અપાવે તેવી નથી. છેક આગામી ઓગસ્ટમાં તેની 'સિંઘમ રિટર્ન્સ' પર તે મોટો મદાર રાખી શકે છે. જોકે, તેની ટક્કર પણ 'પુષ્પા ટૂ ' સાથે થવાની છે.