અજય દેવગણની સિંઘમ અગેઈન દિવાળીએ જ રજૂ કરવાની જાહેરાત

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
અજય દેવગણની સિંઘમ અગેઈન દિવાળીએ જ રજૂ કરવાની જાહેરાત 1 - image


- કાર્તિકની ભૂલભૂલૈયા થ્રી સાથે ટકરાશેે

- 15મી ઓગસ્ટના રીલિઝનો મૂળ પ્લાન હતો પરંતુ શૂટિંગમાં મોડું થઈ ગયું

મુંબઇ : અજય દેવગણની 'સિંઘમ અગેઈન' દિવાળીએ  જ રીલિઝ કરવાની સત્તાવાર ઘોષણા કરાઈ છે. હજુ આગલા દિવસે જ અજય દેવગણે જાહેર ક ર્યું હતું કે તેને આ ફિલ્મની રીલિઝ માટે કોઈ ઉતાવળ નથી. 

મૂળ આ ફિલ્મ માટે તા. ૧૫મી ઓગસ્ટની તારીખ નક્કી કરાઈ હતી. પરંતુ, ફિલ્મનું ઘણું શુટિંગ હજુ બાકી હોવાથી તે પાછી ઠેલાશે એમ મનાતું હતું. બીજી તરફ 'પુષ્પા ધી રુલ'ની રીલિઝ ૧૫મી ઓગસ્ટે નક્કી થતાં અજય દેવગણ અને અલ્લુ અર્જુન વચ્ચે બોક્સ ઓફિસ પર ટકરામણ થશે કે કેમ તે અંગે અટકળો સર્જાઈ હતી. બાદમાં 'પુષ્પા ધી રુલ'ની રીલિઝ વિશે અનિશ્ચિતતા સર્જાતાં હવે અજય દેવગણ ૧૫મી ઓગસ્ટની પોતાની મૂળ તારીખ જાળવી રાખશે એવી ચર્ચા હતી.

 જોકે, ગઈકાલે જ 'ઔરો મેં કહાં દમ થા' ફિલ્મના ટ્રેલર રીલિઝ વખતે અજયે કહી દીધું હતુ કે પોતાને એટલી જલ્દી રીલિઝની કોઈ ઉતાવળ નથી. હવે આજે મેકર્સ દ્વારા દિવાળીની રીલિઝની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, સિંઘમ અને સિંઘમ રિટન્સ પછી ડાયરેકટર રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન કોપ યૂનિવર્સની પાંચની અને સિંઘમ ફ્રેન્ચાઇજીની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગણ ફરી એક વખત બાજીરાવ સિંઘમના રોલમાં જોવા મળવાનો છે. તેમજ દીપિકા પદુકોણ ફર્સ્ટલેડી કોપના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર તેમજ જેકી શ્રોફ પણ જોવા મળવાના છે. 


Google NewsGoogle News