અજય દેવગણની રેઈડ ટૂ ત્રણ મહિના પાછી ઠેલાઈ ગઈ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
અજય દેવગણની રેઈડ ટૂ ત્રણ મહિના પાછી ઠેલાઈ ગઈ 1 - image


મુંબઇ : અજય દેવગણની 'રેઇડ ટૂ' ફિલ્મની રીલિઝ પાછી ઠેલવામાં આવી છે. આ ફિલ્મ તા. ૧૫મી નવેમ્બરે રીલિઝ કરવાની અગાઉ જાહેરાત થઈ હતી. પરંતુ, હવે નિર્માતાઓએ આગામી વર્ષની ૨૧મી ફેબુ્રઆરીની નવી રીલિઝ ડેટ નક્કી કરી છે. 

નવેમ્બરના પ્રથમ  સપ્તાહમાં જ અજય દેવણની 'સિંઘમ અગેઈન' રીલિઝ થવાની છે. આથી તેની બે ફિલ્મો વચ્ચે પ્રમાણસર અંતર રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ કહેવાય છે. 

ફિલ્મમાં અજય દેવગણ સાથે વાણી કપૂર છે. રિતેશ દેશમુખ નેગેટિવ રોલમાં છે.  ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ દિલ્હી અને લખનઉમાં કરાયું છે.


Google NewsGoogle News