અજય દેવગણ પર સીકવલનું ભૂત સવાર, શૈતાનનો બીજો ભાગ બનશે
- હિટ ફોર્મ્યૂલાને પૂરેપૂરી નીચોવી લેશે
- શૈતાન ટૂની સ્ટોરી મહારાષ્ટ્રના કોંકણનાં બેકગ્રાઉન્ડ પર હશે
મુંબઇ : કોઈ ફિલ્મ હિટ થાય એટલે તે ફોર્મ્યૂલના વારંવાર વટાવી નાખવાની બાબતમાં અજય દેવગણ અવ્વલ છે. તેની 'શૈતાન' ફિલ્મ હિટ થઈ એટલે તે હવે તેની પણ સિકવલ બનાવવાનો છે.
'શૈતાન' પણ મૂળ તો ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિંદી રિમેક જ છે. આ ફિલ્મ ટિકિટબારી પર સારી ચાલતાં હવે 'દૃશ્યમ' તથા 'સિંઘમ'ની જેમ જ આ ફોર્મ્યૂલાને વટાવવા માટે અજય દેવગણ તલપાપડ થયો છે.
તેની ઘણીખરી ફિલ્મો નિષ્ફળ જઈ રહી હોવાથી એકાદ સફળ ફોર્મ્યૂલા મળે એટલે તે તેને વારંવાર અજમાવે છે.
'શૈતાન'ની સિક્વલની સ્ટોરી મહારાષ્ટ્રના કોંકણ આધારિત હશે. મોટાભાગે મૂળ સ્ટારકાસ્ટને જ ફિલ્મમાં રિપીટ કરાશે. શૂટિંગ આગામી મહિનાઓમાં શરુ થવાની સંભાવના છે.