અજય અને તબુની ઔરો મેં કહાં દમ થા હવે જુલાઈમાં આવશે
- અજય અને તબુ સાથે હોય તેવી દસમી ફિલ્મ
- ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી પરંતુ ફલોપ થવાની બીકે ફિલ્મ પાછી ઠેલાઈ ગઈ
મુંબઇ : અજય દેવગણ અને તબુની ફિલ્મ 'ઔરો મેં કહાં દમ થા' હવે આગામી જુલાઈની પાંચમી તારીખે રજૂ થશે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી.
એપ્રિલમાં બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મોની ભરમારના કારણે આ ફિલ્મની કમર્શિઅલ તકો પર અસર પડે તેમ હોવાથી ફિલ્મની રીલિઝ માંડી વળાઈ હતી. તે જ અરસામાં રજૂ થયેલી અજય દેવગણની 'મૈદાન' ક્રિટિક્સ દ્વારા વખણાયા છતાં પણ બોક્સ ઓફિસ પર ફલોપ થઈહતી. આમ નેગેટિવ વાતાવરણને કારણે સર્જકો કોઈ જોખમ લેવા માગતા ન હતા.
અજય દેવગણની દિગ્દર્શક નીરજ પાંડે સાથેની આ પહેલી ફિલ્મ છે. તે અને તબુ સ્ક્રીન શેર કરતાં હોય તેવી આ દસમી ફિલ્મ છે.
ફિલ્મનું ટીઝર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. તે સાથે જ તેની નવી રીલિઝ ડેટ પણ એનાઉન્સ કરવામાં આવી છે.