ઐશ્વર્યાનો બદલોઃ ફોટામાંથી જયા અને નવ્યાને ઊડાડી દીધાં

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ઐશ્વર્યાનો બદલોઃ ફોટામાંથી જયા અને નવ્યાને ઊડાડી દીધાં 1 - image


- નવ્યા અને ઐશ્વર્યાએ શેર કરેલા ફોટામાં તફાવત

- નવ્યાએ પેરિસના ફોટામાં ઐશ્વર્યાની ઉપેક્ષા કરી હતીઃ બચ્ચન પરિવારનો કલહ સપાટી પર

મુંબઇ: પેરિસ ફેશન વીકમાં મામી ઐશ્વર્યા રાય બચ્ચન તથા ભાણેજ નવ્યા નવેલી નંદાએ બંનેએ ભાગ લીધો હતો. પરંતુ, નવ્યાએ તેને લગતી સોશિયલ મીડિયા પોસ્ટમાં ક્યાંય ઐશ્વર્યાનો ઉલ્લેખ જ કર્યો ન હતો. હવે ઐશ્વર્યાએ તે વાતનો બદલો લઈ અમિતાભ બચ્ચનના જન્મદિનની ઉજવણીના ફોટામાંથી શ્વેતા તથા જયા બચ્ચનને એડિટ કરાવીને માત્ર અમિતાભ અને આરાધ્યનો ફોટો પોસ્ટ કર્યો છે. 

નવ્યાએ શેર કરેલી મૂળ તસવીર પરથી લોકોને ઐશ્વર્યાએ કરેલી કાપકૂપનો ખ્યાલ આવી ગયો હતો. નવ્યાની તસવીરમાં અમિતાભ, જયા, અગસ્ત્ય અને આરાધ્યા જોવા મળે છે. ઐશ્વર્યાએ આ જ ફોટાનો ઉપયોગ કર્યો છે પરંતુ તેમાં જયા,નવ્યા તથા અગત્સ્યને ક્રોપ કરી દીધાં છે. ઐશ્વર્યાએ શેર કરેલી તસવીરમાં માત્ર આરાધ્યા તથા અમિતાભ જ જોવા મળે છે. 

પેરિસ ફેશન વીકમાં નવ્યા સાથે શ્વેતા  તથા જયા પણ ગયાં હતાં. ઐશ્વર્યા પણ આરાધ્યાને લઈને ગઈ હતી. પરંતુ, તેઓ ક્યાંય સાથે મળ્યાં હોવાની તસવીર બહાર આવી નથી. નવ્યાએ પોતે જે ફોટા શેર કર્યા હતા તેમાં ઐશ્વર્યાને ટેગ પણ કરી ન હતી. ઐશ્વર્યા તથા નવ્યા એક જ રેમ્પ પર ચાલ્યાં હોવા છતાં પણ નવ્યાએ ઐશ્વર્યાનો કોઈ ઉલ્લેખ ટાળ્યો હતો. હવે ઐશ્વર્યાએ આ વાતનો બદલો લીધો છે. 

બચ્ચન પરિવારમાં ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચે ખાસ મનમેળ નહીં હોવાનું ચર્ચાય છે. જોકે, આ વિશે ક્યારેય કશું બહાર આવ્યું નથી.


Google NewsGoogle News