ઐશ્વર્યા અભિષેક તથા અમિતાભ સાથે ચિચિયારી પાડતી દેખાઈ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ઐશ્વર્યા અભિષેક તથા અમિતાભ સાથે ચિચિયારી પાડતી દેખાઈ 1 - image


સ્પોર્ટસ ઈવેન્ટમાં પરીવારની હાજરી

છૂટાછેડાની અફવાઓ પછી પહેલીવાર આનંદિત મૂડમાં : આરાધ્યાની બદલાયેલી હેરસ્ટાઈલની ચર્ચા 

મુંબઈ: ઐશ્વર્યા તથા અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ લાંબા સમયથી  ચાલતી અફવાઓ વચ્ચે ઐશ્વર્યાએ એક સ્પોર્ટસ ઈવેન્ટમાં અભિષેક તથા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. આ ઈવેન્ટમાં તે અન્ય દર્શકોની સાથે ચિચિયારીઓ પાડતી દેખાઈ હતી. 

છેલ્લા કેટલાય મહિનાઓથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધોમાં ખટાશની અફવા ચાલે છે. અમિતાભ બચ્ચનના બર્થ ડેના ફોટામાં આરાધ્યા સિવાયના પરિવારજનોના ફોટા ક્રોપ કરવા,  પેરિસમાં ફેશન વીકમાં  પરસ્પર અવગણના તથા આરાધ્યાના સ્કૂલ ફંકશનમાં જયા બચ્ચનની ગેરહાજરી , ઐશ્વર્યાના બર્થ ડે વખતે અભિષેક બચ્ચનની નિરસ પોસ્ટ અને બચ્ચન પરિવારના અન્ય  સભ્યોની ગેરહાજરી સહિતના કિસ્સા બચ્ચન પરિવારમાં બધું સમુસુતરું નહીં હોવાની ગવાહી આપે છે. આ અફવાઓ વચ્ચે તાજેતરમાં એક સ્પોર્ટસ ઈવેન્ટમાં ઐશ્વર્યા આરાધ્યા, અમિતાભ અને અભિષેક સાથે જોવા મળી હતી. આ ઈવેન્ટમાં અભિષેકની ટીમ રમતી હોવાથી તેને ચિયર અપ કરવા માટે ઐશ્વર્યા હાજર રહી હતી.



Google NewsGoogle News