'ખુદ પર શંકા ના કરો...', છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાયે શેર કર્યો વીડિયો, જુઓ
Aishwarya Rai Bachchan: હાલના સમયમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની ખૂબ જ અફવાઓ ચાલી રહી છે. કપલના છૂટાછેડાના સમાચાર સાથે જોડાયેલી દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ હાલમાં ઐશ્વર્યા રાયનો મહિલાઓના શોષણ વિશે વાત કરતો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઐશ્વર્યાએ મહિલાઓના અધિકાર વિષે વાત કરી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઐશ્વર્યા મહિલાઓના અધિકારની વાત કરતી જોવા મળી રહી છે. આ અંગે એક્ટ્રેસે રસ્તા પર મહિલાઓ પર થતા ઉત્પીડન વિષે વાત કરી હતી.
આ અંગે ઐશ્વર્યાનું કહેવું છે કે, 'મહિલાઓએ શોષણનો સામનો ન કરવો જોઈએ. રસ્તા પર મહિલાઓ સાથે થતું હેરેસમેન્ટ, તમે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરશો? સામેની વ્યક્તિની આંખોમાં જોવાનું ટાળીને? ના.. સીધુ તેમની આંખોમાં જુઓ. તમારું માથું ઊંચું રાખો. તમારી જાતને કહો કે આ મારો અધિકાર છે. તમારા સન્માન સાથે સમાધાન ન કરો. તમારી જાતને પ્રશ્ન ન કરો અને હંમેશા પોતાની જાત માટે સ્ટેન્ડ લો. તમારા ડ્રેસ અથવા લિપસ્ટિકને ખરાબ ન માનો. રસ્તા પર થયું ઉત્પીડન કે છેડતી એ તમારી ભૂલ નથી.' વાસ્તવમાં, ઐશ્વર્યાએ એક બ્રાન્ડને પ્રમોટ કરતી વખતે આ વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો: 'મારાં લગ્ન કોની સાથે થવાના છે તે બધાને ખબર છે', રશ્મિકા મંદાનાએ રિલેશનશિપ કરી કન્ફર્મ
આરાધ્યાની બર્થડે પાર્ટીમાં બચ્ચન પરિવારની ગેરહાજરી
જણાવી દઈએ કે લાંબા સમયથી એશ અને અભિષેકના છૂટાછેડાની અફવાઓ સામે આવી રહી છે. આ અફવાઓની શરૂઆત અનંત અંબાણીના અલ્ગ્નામાં ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ગઈ હતી જયારે અભિષેક બચ્ચન પરિવાર સાથે આવ્યો હતો. તેમજ તાજેતરમાં ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાની બર્થડે પાર્ટીની તસવીરો શેર કરી હતી. જેમાં અભિષેક તેની સાથે નહોતો. કોઈપણ ફોટોમાં બચ્ચન પરિવારમાંથી કોઈએ પાર્ટીમાં હાજરી આપી ન હતી. જે બાદ છૂટાછેડાના વધુ ને વધુ સમાચાર આવી રહ્યા છે.