ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવાથી લઈને કંગના થપ્પડ કાંડ...: 2024માં સિનેમા જગતના 5 મોટા વિવાદ
2024 Bollywood Controversies: વર્ષ 2024 ખૂબ ચર્ચામાં રહ્યું છે. 2024માં સિનેમા જગતમાં ઘણા સ્ટાર્સ હેડલાઈનમાં રહ્યા છે. ઘણા મોટા વિવાદો પણ જોવા મળ્યા છે. એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચના છૂટાછૂ઼ડાની અફવા ખૂબ ચર્ચામાં રહી. બીજી તરફ થોડા સમય પહેલા અલ્લુ અર્જુન પણ ખૂબ વિવાદમાં રહ્યો. તો ચાલો 2024માં સિનેમા જગતના એ 5 મોટા વિવાદ પર નજર કરીએ.
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચના છૂટાછૂ઼ડાની અફવા
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લઈફને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા છે. બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા. એવી પણ અફવાએ વેગ પકડ્યો હતો કે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. બંને મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા. અહીંથી તેમની વચ્ચે અણબનાવની ખબરોને હવા મળી હતી અને લાંબા સમય સુધી તેઓ ચર્ચામાં રહ્યા હતા. જો કે, અભિષેકે એક વખત આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને પોતાની વીંટી બતાવી હતી અને કહ્યું હતું કે હું હજુ પણ પરિણીત છે. જોકે, હવે થોડા સમય પહેલા જ તેઓ પુત્રી આરાધ્યાના એન્યુઅલ ફંક્શનમાં સાથે દેખાયા હતા અને ત્યારે તેમના છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકાયુ હતું.
પૂનમ પાંડેએ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા
પૂનમ પાંડે ફેબ્રુઆરી 2024માં ખૂબ ચર્ચામાં રહી હતી. તેણે પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. તેના મેનેજરે ઈન્સ્ટા પર પોસ્ટ કરી હતી કે સર્વાઈકલ કેન્સરના કારણે પૂનમનું મોત થઈ ગયુ છે. પરંતુ આ એક માર્કેટિંગ સ્ટંટ હતો. પૂનમે બાદમાં પોતે વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે હું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માગતી હતી, તેથી આવું કર્યું.
આ પણ વાંચો: નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને રેગ્યુલર જામીન મળશે? કોર્ટ 3 જાન્યુઆરીએ આપશે ચુકાદો
કંગના રણૌત થપ્પડ કાંડ
જ્યારે કંગના રણૌત જ્યારે મંડીથી લોકસભા ચૂંટણી જીતી ત્યારે જીત બાદ તે દિલ્હી જઈ રહી હતી. જ્યારે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને CISF ગાર્ડે થપ્પડ મારી દીધો હતો. ત્યારબાદ કંગનાએ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે વાત કરી અને વીડિયો શેર કર્યો હતો.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંદ
એપ્રિલ 2024માં સલમાન ખાનના ઘર ગેલેક્સીની બહાર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી.
અલ્લુ અર્જુનની ધરપકડ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. તેને જામીન પર છોડવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે, આ મામલો કોર્ટમાં છે.
આ પણ વાંચો: 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત, વિમાનોમાં અવર-જવર કેટલી હદે સુરક્ષિત?
નયનતારા-ધનુષ વિવાદ
નયનતારા અને ધનુષ વચ્ચે 3 સેકન્ડની ક્લિપને લઈને વિવાદ થયો હતો. નયનતારાએ પોતાની ડોક્યુમેન્ટ્રી 'નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ'માં ધનુષની ફિલ્મ 'નાનુમ રાઉડી ધાન'ના સોન્ગ અને વિઝ્યુઅલનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મમાં નયનતારા પણ હતી. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ધનુષે અભિનેત્રીને લીગલ નોટિસ સાથે 10 કરોડ રૂપિયાની માગણી પણ કરી હતી.