Get The App

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે વિવાદ? બર્થડે પાર્ટીમાં ગેરહાજર રહેતા વહેતી થઈ અટકળો, હવે બચ્ચને કરી સ્પષ્ટતા

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
Aishwarya and Abhishek


Rumors of Aishwarya Abhishek’s Divorce:  બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બુધવારે તેની પુત્રી આરાધ્યા અને માતા બ્રિન્દા રાય સાથે તેના કઝીનની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. જ્યાં અભિષેક બચ્ચનની ગેરહાજરીએ ફરીથી છૂટાછેડાની અફવાઓને વેગ આપ્યો છે. 

આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ઐશ્વર્યા તેના સંબંધીઓ સાથે જોવા મળી હતી, પરંતુ ફેમિલી ફોટોમાંથી અભિષેક બચ્ચન ગાયબ હતો.નેટીઝન્સ અનુમાન કરી રહ્યા હતા કે અભિષેક તેની અને ઐશ્વર્યા વચ્ચેના મતભેદોને કારણે પાર્ટીથી દૂર રહ્યો હતો. જેના પર હવે બચ્ચને સ્પષ્ટતા કરી છે. 

આ કારણોસર અભિષેક રહ્યો પાર્ટીમાં ગેરહાજર 

અભિષેક બચ્ચન તેના બીમાર નાની સાથે હતો. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી બીમાર હતા અને તેમને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન, અભિષેક તેના નાનીની સંભાળ લેવા મંગળવારે રાત્રે જ ભોપાલ પહોંચી ગયો હતો. 

અભિષેકના નાની ભોપાલમાં એકલા રહે છે. આ જ કારણ હતું કે તે ઐશ્વર્યા રાયના કઝીનના બર્થડે સેલિબ્રેશનમાં સામેલ થઈ શક્યો નહોતો. આ ઘટસ્ફોટથી ફેન્સમાં ફેમિલી બોન્ડના મહત્વ વિશે ચર્ચા જગાવી છે. બચ્ચન પરિવાર હંમેશા એકબીજાને સપોર્ટ કરતુ રહે છે. તેમજ અભિષેક બચ્ચન તેના નાનીથી ખૂબ નજીક છે. તેથી તેમની સંભાળ માટે તે ભોપાલ ગયો હતો. 

આ પણ વાંચો: સલમાન ખાને જણાવી હરણના શિકારની કહાની! કહ્યું - 'એ ડરેલું હતું, અમે તેને બિસ્કિટ ખવડાવ્યાં'

બંનેના છૂટાછેડાની અફવાઓ ફરીથી શરુ થઈ હતી 

ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા. 2011માં તેમની પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો. ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવાઓ જુલાઈ 2024થી ચાલી રહી છે, જ્યારે ઐશ્વર્યા અનંત અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારથી દૂર જોવા મળી હતી. તેમજ અભિષેકે છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ લાઈક કરી. ત્યારપછીથી તેમના છૂટાછેડાની અફવાઓ શરુ થઈ હતી. તાજેતરના મહિનાઓમાં પણ આ દંપતી વારંવાર અલગ જોવા મળી રહ્યા છે. 

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે વિવાદ? બર્થડે પાર્ટીમાં ગેરહાજર રહેતા વહેતી થઈ અટકળો, હવે બચ્ચને કરી સ્પષ્ટતા 2 - image


Google NewsGoogle News