આરાધ્યાની સ્કૂલના કાર્યક્રમમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને કર્યો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Aishwarya Rai Abhishek bachchan Dance : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. બંનેએ દીકરી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ પણ ડાન્સ કરતો જોવા મળે છે. ત્રણેયએ 'દિવાનગી દિવાનગી' ગીત પર ડાન્સ કર્યો હતો.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ચાહકો ઘણાં લાંબા સમયથી બંનેને એકસાથે જોવા માટે ઉત્સુક હતા. આ બંનેના અલગ થવાના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. હવે આ વીડિયો બાદ ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હકીકતમાં ઐશ્વર્યા અને અભિષેકે આરાધ્યાના ફંક્શનમાં સાથે ડાન્સ કર્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી Aishwarya Rai અને Abhishek Bachchanની 'પેચઅપ'ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેમના અલગ થવાના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ કપલે તેનો અંત લાવી દીધો. ઐશ્વર્યા અને અભિષેક તાજેતરમાં જ ધીરુભાઈ અંબાણી સ્કૂલના વાર્ષિક ફંક્શનમાં હાજર રહ્યા હતા. જેમાં દીકરી આરાધ્યાએ પણ પરફોર્મ કર્યું હતું.
ઐશ્વર્યા, અભિષેક અને શાહરૂખે 'દિવાનગી દિવાનગી' પર ડાન્સ કર્યો
આ કાર્યક્રમમાં ઐશ્વર્યા અને અભિષેકે શાહરૂખ ખાનના ગીત 'દિવાનગી દિવાનગી' પર ડાન્સ કર્યો હતો. અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત શાહરૂખ પણ ત્યાં છે અને તેણે પણ ડાન્સ કર્યો. તમને જણાવી દઈએ કે શાહરૂખનો નાનો દીકરો અબરામ પણ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે.