અહાન શેટ્ટી અને પૂજા હેગડે રૂપેરી પડદે રોમાન્સ કરતા જોવા મળશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
અહાન શેટ્ટી અને પૂજા હેગડે રૂપેરી પડદે રોમાન્સ કરતા જોવા મળશે 1 - image


- જોકે પહેલા આ ફિલ્મ માટે વરુણ ધવન પ્રથમ પસંદગી હતો

મુંબઇ : નિર્માતા-દિગ્દર્શક સાજિદ નડિયાદવાળા અને અહાન શેટ્ટી બીજી વખત સાથે કામ કરવાના છે. સાજિદ નડિયાવાળાએ અહાન શેટ્ટી અને પૂજા હેગડેની ફિલ્મ સનકીની ઘોષણા કરી છે. જોકે આ પહેલા આ ફિલ્મમાં વરુણ ધવન કામ કરવાનો હતો. પરંતુ તારીખની સમસ્યાને કારણે તે આ ફિલ્મમાં કામ કરી શક્યો નહીં. તેથી ફિલ્મસર્જકે અહાન શેટ્ટી પર પસંદગી ઉતારી. 

સાજિદ નડિયાદવાળાએ ઘોષણા કરતાં જણાવ્યું છે કે, સનકી તેના રસ્તા પર આવી ગઇ છે. આ ફિલ્મ આવતા વરસે વેલેન્ટાઇન ડેના દિવસે એટલે કે ૧૪ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અદનાન શેખ અને યાસિર જેહ કરશે. 

ઉલ્લેખનીય છે કે, અહાન શેટ્ટીએ બોલીવૂડમાં સાજિદ નડિયાદવાળાની ફિલ્મ તડપથી ત્રણ વરસ પહેલા ડેબ્યુ કર્યુ ંહતું. જોકે આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી અહાન શેટ્ટી બીજી કોઇ ફિલ્મમાં જોવા મળ્યો નથી. હવે છેક ૩ વરસ પછી તે ફરી સાજિદ નડિયાદવાળાની ફિલ્મમાં કામ કરવાનો છે. 


Google NewsGoogle News