અગસ્ત્ય નંદાએ વરુણ ધવનનો રોલ છીનવી લીધો
- શ્રીરામ રાઘવનની ફિલ્મમાં દિગ્દર્શકે વરુણને પડતો મુક્યો
મુંબઇ : અમિતાભ બચ્ચનનો દોહીત્રાને વધુ એક ફિલ્મ મળી છે. હવે તે બિગ સ્ક્રીન પર નજરે ચડવાનો છે. જોકે તેમાં સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક વાત એ છે કે, તેણે વરુણ ધવનનો રોલ પડાવી લીધો છે. શ્રીરામ રાઘવન આ પહેલા આ ફિલ્મ વરુણ ધવન સાથે બનાવવાના હતા. પરંતુ પછીથી તેણે અગસ્ત્ય નંદાને મુખ્ય રોલમાં લીધો છે. અગત્સ્ય આ ફિલ્મમાં પરમવીર ચક્ર મેળવનાર આર્મી ઓફિસર અરુણ ખેતપાલની ભૂમિકા ભજવવાનો છે.
આ ફિલ્મમાં અગસ્ત્યના પાત્રના પિતાના રોલમાં ધર્મેન્દ્ર જોવા મળવાનો છે.આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ની જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, અગસ્ત્યએ શ્રીરામ રાઘવન સાથે એકટિંગની ઘણી વર્કશોપ્સ કરી છે. આ ઉપરાંત અભિનેતા વિશેષ એકટિંગ કેચ પાસે પણ તાલીમ લઇ રહ્યો છે. જેથી તે અરુણ ખેતપાલના હાવભાવમાં ઢળી શકે.
પહેલા એવા સમાચાર હતા કે, ફિલ્મ બદલાપુર પછી શ્રીરામ રાઘવન અન ેવરુણ ધવન ફિલ્મ ઇક્કીસમાં સાથે કામ કરશે. જેમાં વરુણ ધવન અરુણ ખેતપાલની ભૂમિકા ભજવશે. પરંતુ હવે અગસ્ત્યને રિપ્લેસ કરવામાં આવ્યો છે. શ્રીરામને પછીથી લાગ્યુ ંહતું કે, આ એક યુવાન આર્મી ઓફિસરનો રોલ હોવાથી અગસ્ત્ય નંદા યોગ્ય અભિનેતા છે. મહિનાઓની મહેનત પછી શ્રીરામ અને અગસ્ત્ય શૂટિંગ શરૂ કરશે.
શ્રીરામ રાઘવનની અગસ્ત્ય નંદા સાથેની આ ફિલ્મ ઇક્કીસ શીર્ષક ધરાવે છે. આ ફિલ્મ અરુણ ખેતપાલની બાયોપિક છે. જેણે ભારતીય આર્મીનો હિસ્સો બનીને ઇન્ડો-પાકના ૧૯૭૧ના યુદ્ધમાં વીરગતી મેળવી હતી. તેને પરમવીરચક્રથી નવાજવામાં આવ્યો હતો.