યામી પછી હવે ઋચાએ પણ પ્રેગનન્સીની જાહેરાત કરી
- બોલીવૂડની વધુ એક હિરોઈન માતા બનશે
- રિચા અને અલી ફૈઝલે બે વર્ષ પહેલાં તેમનાં લગ્નની જાહેરાત કરી હતી
મુંબઇ : બોલીવૂડ હિરોઈન યામી ગૌતમ માતા બનવાની હોવાની જાહેરાતના બીજા જ દિવસે હવે ઋચા ચઢ્ઢાએ પણ તે માતા બની રહી હોવાની જાહેરાત કરી હતી.
ઋચા અને તેના પતિ અલી ફૈઝલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. ત્યારબાદ ચાહકોએ તેમના પર અભિનંદનોનો વરસાદ વરસાવ્યો હતો.
ઋચા અને અલીએ લાંબા સમય પહેલાં લગ્ન કરી લીધાં હતાં. જોકે, તેમણે ૨૦૨૨માં પોતાનાં લગ્નની ધામધૂમ સાથે જાહેરાત કરી હતી.
યામી ગૌતમ અને તેનો પતિ આદિત્ય ધર તેમની આગામી ફિલ્મ 'આર્ટિકલ ૨૭૦'નાં ટ્રેલર લોન્ચ વખતે જાહેરમાં સાથે આવ્યાં હતાં અને તે વખતે આદિત્યએ યામી માતા બનવાની હોવાની જાહેરાત કરી હતી.
હજુ થોડા દિવસો પહેલાં વિક્રાંત મેસી એક પુત્ર સંતાનનો પિતા બની ચૂક્યો છે.