PR સ્ટંટ છે વિક્રાંત મેસીની નિવૃત્તિની જાહેરાત? કૉ-એક્ટરને જ થઈ આશંકા
Harshvardhan Rane On Vikrant Massey : બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ સોમવારે સવારે સિનેમામાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસીને વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12મી ફેલ'માં તેના કામ માટે ઘણી પ્રશંસા મળી હતી. મેસીએ પોસ્ટ શેર કરતીને આ અંગે ખુલાસો કર્યો હતો કે, છેલ્લી ફિલ્મ પૂરી કર્યા પછી હું અભિનયથી દૂર રહેવાનું વિચારી રહ્યો છે. વિક્રાંત મેસીના આ નિર્ણયથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. હાલમાં જ રીલિઝ થયેલી ધ સાબરમતી રિપોર્ટ્સ ફિલ્મમાં મેસીના ભરપૂર વખાણ થયા હતા. હવે ઘણા લોકો માની રહ્યા છે કે આ એક તેનો અસ્થાયી બ્રેક હોઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે આ અમુક બ્રાન્ડ અથવા આગામી પ્રોજેક્ટ માટે સ્ટંટ હોઈ શકે છે.
કો-એક્ટર હર્ષવર્ધન રાણે કહ્યું, આ એક 'PR સ્ટંટ' હોઈ શકે
વિક્રાંત સાથે 'હસીન દિલરૂબા' ફિલ્મના કો-એક્ટર હર્ષવર્ધન રાણેએ પણ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું હતું કે, આ એક 'PR સ્ટંટ' હોઈ શકે છે. હું તેમના કામ કરવાની રીતનું સન્માન કરું છું. અને હસીન દિલરૂબાના શૂટિંગ દરમિયાન મેં તેમની અભિનય કરવાની પ્રક્રિયાને જોઈ છે. આશા છે કે તે આમિર ખાન સર જેવી ફિલ્મો બનાવવાનું શરૂ કરશે. કે જેમણે આવી જ જાહેરાત કર્યા પછી પુનરાગમન કર્યું હતું. આ મહાન કલાકારો છે અને આપણા દેશને સિનેમામાં તેમની જરૂર છે. હું પ્રાર્થના કરું છું કે આ કોઈ ફિલ્મ નિર્માતા દ્વારા તેમના પર લાદવામાં આવેલી એક PR સ્ટંટ જ હોય.'
વિક્રાંત મેસીની બોલિવૂડમાંથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે સારો પતિ-પિતા અને દીકરો બનીશ
દિયા મિર્ઝા અને રાશિ ખન્નાએ આપી પ્રતિક્રિયા
અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ કહ્યું હતું કે, 'બ્રેક લેવો શ્રેષ્ઠ હોય છે. તમે બીજી બાજુ વધુ શાનદાર બનશો?' બ્રિટિશ અભિનેત્રી અને મૉડલ સપના પબ્બીએ લખ્યું કે, 'હું તમને સાંભળું છું, હું તમને જોઉં છું, હું તમને અનુભવું છું. તમને જહું વધુ શક્તિ મળે. તમે એક પ્રેરણા છો વિક્રાંત મેસી.' આ સિવાય સાબરમતી રિપોર્ટ ફિલ્મીની કો-એકતર રાશિ ખન્નાએ આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
વિક્રાંત મેસીની કારકિર્દી
ટેલિવિઝનથી તેની કારકિર્દીની શરૂઆત કરી વિક્રાંતે સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ સ્ટારર લૂટેરા(2013)થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેણે દિલ ધડકને દો (2015), અ ડેથ ઇન ધ ગુંજ (2017), લિપસ્ટિક અંડર માય બુરખા (2017), છપાક (2020), હસીન દિલરૂબા (2021), ફોરેન્સિક (2022) અને સેક્ટર 36 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. વિક્રાંત છેલ્લે ધ સાબરમતી રિપોર્ટ (2024) માં જોવા મળ્યો હતો.