Get The App

અજય દેવગણની દ્રશ્યમ ટુની સફળતા પછી દ્રશ્યમ 3 બનાવાની તૈયારી

Updated: Nov 23rd, 2022


Google News
Google News
અજય દેવગણની દ્રશ્યમ ટુની સફળતા પછી દ્રશ્યમ 3 બનાવાની તૈયારી 1 - image


- આ ફિલ્મને મલયાલમ દ્રશ્યમ 3 રિલીઝ થશે એ જ દિવસે રિલીઝ કરવાની યોજના

મુંબઇ: અજય દેવગણની દ્રશ્યમ ટુ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા જોઇને ફિલ્મસર્જકે દ્રશ્યમ 3 બનાવાની યોજના કરી નાખી છે. 

એક રિપોર્ટના અનુસાર, અજય અને તબુ અભિનિત દ્રશ્યમ ાને લોક કરવામાં આવી છે. એટલું જ નહીં આ ફિલ્મને નિર્માતા એ જ દિવસે રિલીઝ કરવા માંગે છે, જે દિવસે મલયાલમ દ્રશ્યમ 3 રિલીઝ થશે.

જોકે સત્તાવાર રીતે દ્રશ્યમ 3 ની ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ થોડા મહિનાઓ પહેલા જ ફિલ્મના નિર્માતાઓએ મલયાલમ દ્રશ્યમ 3 ની ગોષણા કરી હતી. આ ફિલ્મના અભિનેતા મોહનલાલે ફિલ્મની સ્ક્રિપ્ટની એક જ લાઇન સાંભળીન ેકામ કરવાની તૈયારી દર્શાવી હતી. 

હવે અજયદેવગણ પણ દ્રશ્યમ ટુની સફળતાનો લાભ લેવા માટે ઉત્સાહમાં આવી ગયો છે. દ્રશ્યમ ૩ના નિર્માણની અજય દેવગણ ઘોષણા કરે તો આશ્ચર્યજનક નહીં હોય. 

Tags :
Ajay-Devgnsuccess-of-Dshyam-TwoPreparation-for-creating-scene-3

Google News
Google News