'તારક મહેતા' સાથે છુટાછેડા બાદ આર્થિક તંગીમાં ફસાઈ એક્ટ્રેસ, દીકરીને ઉછેરવામાં ઘણી તકલીફ વેઠી
Image: Facebook
Juhi Parmar: ફેમસ ટીવી એક્ટ્રેસ જૂહી પરમાર આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. તેને 'કુમકુમ' થી દરેક ઘરમાં ઓળખ મળી હતી. જોકે, ઘણા ઓછા લોકો જાણે છે કે રિયલ લાઈફમાં જૂહી સિંગલ મધર છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં ડિવોર્સ અને પુત્રી સમાયરાના ઉછેરને લઈને ઘણી વાતો શેર કરી છે. 2009માં તેના લગ્ન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટર સચિન શ્રોફ સાથે થયા હતા. 2018માં બંનેના ડિવોર્સ થઈ ગયા. તે સિંગલ મધર તરીકે પુત્રીની સારસંભાળ કરી રહી છે.
આ પણ વાંચો: અક્ષય-તબુની ભૂત બંગલામાં મિથિલા પાલકરની પણ એન્ટ્રી
જુહીને પૂછવામાં આવ્યું કે તું આર્થિક રીતે કઈ રીતે મેનેજ કરી રહી છે. સમાયરાની સારસંભાળ, શિક્ષણ અને તેની સાથે ટ્રાવેલ પણ કરે છે. શું ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું, હું તે લોકોમાંથી નથી, જે બેસીને ગણતરી કરું, હું આજમાં જીવવામાં વિશ્વાસ કરું છું. મને એ પણ ખબર હોય છે કે કેટલો ખર્ચ કરવાનો છે અને કેટલું બચાવવાનું છે. હું મારી પુત્રીને બેસ્ટ જીવન, બેસ્ટ એજ્યુકેશન આપવા માગુ છું. હું પ્રયત્ન પણ કરી રહી છું. મને ખબર છે કે પુત્રીના ભવિષ્યને સાચવીને રાખવાનું છે. ક્યાંકને ક્યાંક મે તેનું ફ્યૂચર સિક્યોર પણ કરી દીધું છે પરંતુ હા હું તેની સાથે ફરવા પણ માગુ છુ અને ફરું પણ છું. હું મારી પુત્રીની સાથે જીવનના દરેક પળને સુંદર રીતે જીવવા માગું છું. જેથી ભવિષ્યમાં મને કોઈ બાબત છુટી જવાનો અફસોસ ન રહે.