સોનાક્ષી-ઝહીરના લગ્ન: શત્રુઘ્ન સિન્હા બાદ હવે 'મામા'એ પણ કહ્યું- આજકાલના બાળકો જાતે જ નિર્ણય લે છે
Image: Facebook
Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિન્હા લગભગ 7 વર્ષથી ઝહીર ઈકબાલ સાથે રિલેશનશિપમાં છે. કપલ 23 જૂને લગ્ન કરવાં જઈ રહ્યું છે. એક્ટ્રેસે પોતાના નજીકના લોકોને લગ્નનું આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. જોકે સોનાક્ષી સિન્હાના લગ્ન અંગે પિતા શત્રુઘ્ન સિન્હા અને ભાઈ લવ સિન્હાના નિવેદનથી લાગે છે કે તે ઝહીર ઈકબાલ સાથે તેના લગ્નને લઈને વધુ ઉત્સાહિત નથી. એક્ટ્રેસના મામાએ હવે તેમના લગ્ન પર કમેન્ટ કરી છે.
પહલાજ નિહલાની, સિન્હા પરિવારના નજીકનાં સભ્ય છે. તે 1977થી શત્રુઘ્ન સિન્હાના ગાઢ મિત્ર છે. તેથી સોનાક્ષી તેમને મામા માને છે. તેમણે એક્ટ્રેસના લગ્ન પર પોતાના મત વ્યક્ત કર્યો. ફિલ્મમેકરે સોનાક્ષી અને ઝહીરને શુભકામનાઓ આપતાં જણાવ્યું કે તેઓ પણ લગ્નમાં સામેલ થશે. હું સોનાક્ષીના મામા છું. તેને અને ઝહીરને મારા આશીર્વાદ. તેઓ આખરે લગ્ન કરી રહ્યાં છે. હું તેમને શુભકામનાઓ આપું છું.
પહલાજ નિહલાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ જાણે છે કે સોનાક્ષી અને ઝહીર લગ્ન કરવા જઈ રહ્યાં છે તો તેમણે કહ્યું, આજકાલના બાળકો પોતાના નિર્ણય પોતે લે છે, તેથી પરિવારે ખુશ થવું જોઈએ. જરૂરી વાત એ છે કે કપલને લગ્ન જીવન જીવવું છે. તેમને એકબીજા સાથે રહેવું છે.