શાહરુખ બાદ આમિર પણ ટૂંક સમય માટે ઘર બદલશે
- બિલ્ડિંગનું રિડેવલપમેન્ટ થવાનું હોવાથી સ્થળાંતર
- જોકે, શાહરુખ ભાડે રહેવા ગયો છે જ્યારે આમિર પોતાની માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થશે
મુંબઇ : શાહરુખ હાલ તેના મન્નત બંગલાનાં રિનોવેશનને કારણે પાલી હિલ વિસ્તારના જેકી ભગનાનીના ડુપ્લેક્સમાં ભાડે રહેવા ગયો છે.
હવે આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે.
આથી આમિરે આ ઘર ખાલી કરવું પડશે.
જોકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે.
આમિર હાલ જ્યાં રહે છે તે બિલ્ડિંગ તોડી પાડી ત્યાં ચાર કે પાંચ બીએચકેના સી ફેસિંગ ફલેટ્સ બનશે.