Get The App

શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીથી ખળભળાટ, પકડાયેલા આરોપીનો ચોંકાવનારો ખુલાસો

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીથી ખળભળાટ, પકડાયેલા આરોપીનો ચોંકાવનારો ખુલાસો 1 - image
Image: Instagram

Shah Rukh Khan Death Threat: બોલિવૂડના કિંગ તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ફોન કરીને એક્ટરને ધમકાવવામાં આવ્યો છે. ઘણાં દિવસથી બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ગેંગસ્ટર્સના નિશાના પર છે. નોંધનીય છે કે, સલમાનને પણ એક પછી એક ધમકી મળી રહી છે, જેને લઈને એક્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ પણ આ વિષય પર તપાસમાં લાગી ગઈ છે. જોકે, આ દરમિયાન સલમાન બાદ હવે શાહરૂખને પણ મારી ધમકી મળવાનું શરૂ થઈ ગયું છે. 

આ પણ વાંચોઃ ધર્મ અંગે મજાક ઉડાવનારા પર ભડકી આ દિગ્ગજ ટેલિવિઝન પ્રોડ્યુસર, કહ્યું- 'હું હિન્દુ છું, ડરતી નથી..'

ફોન કરી આપી ધમકી

મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ દરમિયાન તેની પાસે ખંડણી પણ માગવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ધમકીભર્યો ફોન રાયપુરથી ફૈઝાન ખાન નામના શખસે કર્યો છે. ફૈઝાન ખાને એક્ટરને ફોન પર ધમકાવી ખંડણી માગી હતી. જોકે, હજુ સુધી આ ખબરને લઈને એક્ટર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ અગાઉ રદ કરાયેલાં ગીત સાથે વીરઝારા ફરી રીલિઝ કરાશે

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર મામલે SP એ જણાવ્યું કે, પોલીસ ટીમ તપાસ માટે રાયપુર પહોંચી છે. પરંતુ, હજુ સુધી શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી તેની પુષ્ટિ નથી થઈ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

શાહરૂખને ધમકી મળવાના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે તુરંત એક્શન લેતા કૉલ ટ્રેસ કર્યો તો જાણ થઈ કે, કૉલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. પોલીસે રાયપુર પહોંચી તપાસ અને આરોપી ફૈઝાન ખાનને પકડી તેની પૂછપરછ કરી ત્યારે આરોપીએ જણાવ્યું કે, તેનો ફોન તો પાંચ દિવસ પહેલાં જ ચોરી થઈ ચુક્યો છે. 




Google NewsGoogle News