'નિવૃત્તિ'ની અફવાઓ બાદ હીરોનો રોલ છોડી વેબ સીરિઝમાં વિલન બનશે વિક્રાંત મેસી
Image: Facebook
Vikrant Massey: રાજકુમાર હીરાણી ઓટીટી પ્લેટફોર્મ પર એક વેબ સીરિઝ સાથે ડેબ્યૂ કરી રહ્યો છે. જેમાં વિક્રાંત મેસી મુખ્ય હિરોની ભૂમિકામાં હતો પરંતુ હવે તે વિલનનો રોલ કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. 'પ્રિતમ પેડ્રો' એવું હંગામી ટાઈટલ ધરાવતી સીરિઝ માટે વિક્રાંક હીરો તરીકે સિલેક્ટ થયો હતો પરંતુ સ્ક્રિપ્ટ રેડી થયા પછી તેણે વિલન બનવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. આ અગાઉ 'સેક્ટર 36' ફિલ્મમાં પણ વિક્રાંત પહેલાં હીરોની ભૂમિકા ભજવવાનો હતો પરંતુ બાદમાં વિલન બન્યો હતો.
રણવીરની 'ડોન થ્રી' માં પણ વિલન તરીકે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે. રાજકુમાર હીરાણીના આ વેબ શો માં તેનો પુત્ર વીર હીરાણી અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હશે. વિક્રાંત પહેલા એક યુવાન પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ હવે વીર હીરાણી આ પાત્ર ભજવશે. અરશદ વારસી તેનો સાથી પોલીસ અધિકારી બનશે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલાથી રાજકારણ ગરમાયું, રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
હીરાણી પોતાના પુત્રને આ શો દ્વારા લોન્ચ કરી રહ્યો છે. આ ઉપરાંત હીરાણી અને અરશદ વરસી 19 વર્ષ પછી સાથે કામ કરવાના છે. સ્ક્રિપ્ટ લખાયા બાદ તેને વિલનનું પાત્ર વધારે પસંદ પડ્યું, ડોન થ્રી માં પણ વિલન તરીકે હોવાની ચર્ચા છે.