રોકેટ્રી પછી માધવન વધુ એક વિજ્ઞાનીની બાયોપિકમાં
- જી ડી નાયડુ પર બાયોપિકની જાહેરાત
મુંબઈ : આર. માધવને અગાઉ ઈસરોના વિજ્ઞાની નામ્બિ નારાયણની બાયોપિક 'રોકેટ્રી'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ હવે તે ભારતના એડિસન તરીકે ઓળખાવાયેલા જી ડી નાયડુની બાયોપિકમાં કામ કરી રહ્યો છે.
આ ફિલ્મનું શૂટિંગ નાયડુનાં જન્મસ્થળ કોઈમ્બતુર ખાતે શરુ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી ફિલ્મનું ટાઈટલ નક્કી થયું નથી.
આર. માધવન આ ફિલ્મનો સહ નિર્માતા પણ છે. 'રોકેટ્રી'ને પ્રોડયૂસર કરનારા અન્ય નિર્માતાઓ પણ આ બાયોપિકના નિર્માણમાં સામેલ થયા છે.