VIDEO : જાનથી મારી નાખવાની ધમકી બાદ પહેલીવાર Y+ સિક્યોરિટીમાં જોવા મળ્યા શાહરૂખ ખાન

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
VIDEO : જાનથી મારી નાખવાની ધમકી બાદ પહેલીવાર Y+ સિક્યોરિટીમાં જોવા મળ્યા શાહરૂખ ખાન 1 - image


                                                            Image Source: Facebook

મુંબઈ, તા. 16 ઓક્ટોબર 2023 સોમવાર

શાહરૂખ ખાન ભારતીય સિનેમાનું એક મોટુ નામ છે જેમને કિંગ ઓફ રોમાન્સ અને બોલીવુડના બાદશાહ કહેવામાં આવે છે. અભિનેતા માટે આ વર્ષ શાનદાર રહ્યુ, કેમ કે 2023માં તેમણે એક નહીં પરંતુ 2 બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમણે એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર 57ની ઉંમરે લીડ એક્ટર તરીકે પોતાના અભિનયને સાબિત કરી દીધો. અમુક લોકો તેમને પસંદ કરે છે અને અમુક લોકો તેમનો ફોર્મ જોઈ શકતા નથી. ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં જવાન સ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેમની બે ફિલ્મોની સફળતાને જોતા ખાનગી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શાહરૂખ ખાનને ખૂબ જોખમ છે. 

કુછ કુછ હોતા હૈ ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં Y+ Security સાથે પહોંચ્યા કિંગ ખાન

જ્યારે શાહરૂખને ધમકીઓ મળી રહી હતી ત્યારે તેમના માટે હાઈ સિક્યોરિટીની વાત કહેવામાં આવી હતી. તાજેતરમાં જ શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ Y+ સિક્યોરિટીથી ઘેરાયેલા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમને ગત અઠવાડિયાએ જાનથી મારવાની ધમકી મળી હતી અને જે બાદથી જ તેમને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. અભિનેતાનો Y+ સિક્યોરિટીવાળો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગત દિવસ એટલે કે રવિવારે રાત્રે શાહરૂખની ફિલ્મ કુછ કુછ હોતા હૈ ના 25 વર્ષ પૂરા થવા પર મુંબઈના એક થિયેટરમાં ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી અને આ ખાસ અવસરે શાહરૂખ ખાન આ ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારે તેઓ Y+ સિક્યોરિટીની સાથે થિયેટરમાં પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કરણ જોહર અને રાની મુખર્જી પણ નજર આવ્યા.

Y+ સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉઠાવશે શાહરૂખ ખાન

શેર કરવામાં આવેલા એક વીડિયોમાં શાહરૂખ પોતાના આલીશાન ઘર મન્નતથી ટાઈટ સિક્યોરિટી સાથે કારમાં બેસીને બહાર નીકળતા જોવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર અભિનેતાની સુરક્ષા વ્યવસ્થામાં દર સમયે તેમના બોડીગાર્ડ તરીકે 6 પોલીસ કમાન્ડો સામેલ હોય છે. સુરક્ષાદળ એમપી-5 મશીન ગન, એકે-47 એસોલ્ટ રાઇફલ અને ગ્લોક પિસ્તોલ સજ્જ હોય છે. તેમના નિવાસ સ્થાને પણ દરેક સમયે ચાર સશસ્ત્ર પોલીસ કર્મચારી તૈનાત રહે છે. જ્યારે શાહરૂખ થિયેટરમાં હતા, તો દરેક સ્થળે બોડીગાર્ડ જોવા મળ્યા, તેઓ તે વાતનું ધ્યાન રાખી રહ્યા હતા કે ચાહકો સાથે વાતચીત દરમિયાન તેઓ સુરક્ષિત રહે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુરક્ષાનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવશે. 


Google NewsGoogle News