રશ્મિકા, આલિયા બાદ હવે પ્રિયંકા ચોપરા બની ડીપફેકનો શિકાર, વીડિયો થયો વાયરલ, એક્ટ્રેસના અવાજ સાથે થઈ છેડછાડ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
રશ્મિકા, આલિયા બાદ હવે પ્રિયંકા ચોપરા બની ડીપફેકનો શિકાર, વીડિયો થયો વાયરલ, એક્ટ્રેસના અવાજ સાથે થઈ છેડછાડ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 06 ડિસેમ્બર 2023 બુધવાર

તમામ અભિનેત્રીઓ બાદ હવે ગ્લોબ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ ડીપફેક વીડિયોની શિકાર થઈ ગઈ છે. છેલ્લા તમામ વીડિયોમાં ફેમસ અભિનેત્રીઓના ચહેરાઓને અશ્લીલ કન્ટેન્ટ પર લગાવવામાં આવ્યા હતા. આ વીડિયોમાં એક રિયલ ઈન્ટરવ્યૂમાંથી પ્રિયંકાના અવાજ અને તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોને બદલી દેવાઈ છે. 

સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ તમામને આના વિરુદ્ધ અવાજ ઉઠાવતા જોવામાં આવ્યા હતા. એક તરફ ડીપફેક વીડિયોની ખૂબ ટીકા થઈ રહી હતી અને બીજી તરફ એક બાદ એક અભિનેત્રીની ક્લિપ વાયરલ થઈ રહી હતી. રશ્મિકા બાદ આલિયા, કેટરીના અને કાજોલના ડીપફેક વીડિયોએ ઈન્ટરનેટ પર હોબાળો મચાવી દીધો હતો. આ સૌ બાદ હવે પ્રિયંકા ચોપરાની મોર્ફ્ડ અવાજ વાળો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે જેણે તમામને એક વખત ફરી ટેકનોલોજીના આ ગાઢ સંકટ પર વિચાર કરવા માટે મજબૂર કરી દીધા છે.

છેડછાડ કરવામાં આવેલા આ વીડિયોમાં પ્રિયંકાના અવાજ અને તેની મૂળ વાતોને એક નકલી બ્રાન્ડ સમર્થન સાથે બદલી દેવાઈ છે. આ નકલી ક્લિપમાં પ્રિયંકા પોતાની વાર્ષિક કમાણીનો ખુલાસો કરવાની સાથે-સાથે એક બ્રાન્ડનો પ્રચાર કરતી નજર આવી રહી છે.

પ્રિયંકા પહેલા આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક યુવતી વાદળી રંગનું ફ્લોરલ કો-ઓર્ડ સેટ પહેરેલી હતી. જેની પર આલિયાનો ચહેરો હતો અને તે કેમેરા તરફ કંઈક ઈશારો કરી રહી હતી. થોડા દિવસ પહેલા કાજોલનો એક વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યો હતો. ડીપફેકમાં બ્રીનનો ચહેરો કાજોલના ચહેરા સાથે બદલી દેવાયો હતો. નવો વીડિયો રશ્મિકા મંદાના, કેટરીના કૈફ અને અન્ય અભિનેત્રીઓના વીડિયો વાયરલ થયા બાદ વાયરલ થયો છે. 

પ્રિયંકાનો આ વીડિયો ચાલી તો રહ્યો છે પરંતુ જે હેન્ડલથી તેને શેર કરવામાં આવ્યો છે તે ડિએક્ટિવેટ લાગી રહ્યો છે. ડીપફેક વીડિયો એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા નવા સિંથેટિક મીડિયાનું એક રૂપ છે, જે વર્તમાન વીડિયોને અન્ય વ્યક્તિઓના ચહેરા અને અવાજની સાથે સુપર ઈમ્પોઝ કરીને બદલી દે છે. આ હવે તમામ માટે પડકાર બનતો જઈ રહ્યો છે અને તમામની ચિંતાઓ પણ વધારી રહ્યો છે. 


Google NewsGoogle News