Get The App

રકૂલ પ્રીત પછી હવે શ્રદ્ધા કપૂર પણ લગ્ન માટે તૈયાર

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
રકૂલ પ્રીત પછી હવે શ્રદ્ધા કપૂર પણ લગ્ન માટે તૈયાર 1 - image


શ્રદ્ધાની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અટકળો

ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે બ્રેક અપ બાદ શ્રદ્ધા લેખક રાહુલ મોદીને ડેટ કરે છે

મુંબઈ: બોલીવૂડ એકટ્રેસ શ્રદ્ધા કપૂર લગ્ન બાબતે ગંભીરતાથી વિચારી રહી હોવાની અટકળો તેની તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી થઈ રહી છે. 

શ્રદ્ધા કપૂરનું નામ બહુ શરુઆતમાં 'આશિકી ટૂ'ના તેના સહકલાકાર આદિત્ય રોય કપૂર સાથે જોડાયું હતું. તે પછી તેની રિલેશનશિપ ફોટોગ્રાફર 'રોહન શ્રેષ્ઠા' સાથે હતી. જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. હાલમાં તે તેની ફિલ્મ 'તુ જુઠ્ઠી મૈ મક્કાર'ના લેખક રાહુલ મોદી સાથે રિલેશનશિપમાં હોવાનું મનાય છે. 

શ્રદ્ધાએ ટ્રેડિશનલ આઉટલૂકમાં એક ફોટો શેર કર્યો હતો. તેની સાથે તેણે કેપ્શન મુક્યું હતું કે, 'કેવી લાગું છું , શું લગ્ન કરી લઉં ?' આ પોસ્ટ પર અસંખ્ય ચાહકોએ કોમેન્ટસ કરી હતી. મોટાભાગના લોકોએ તેને સલાહ આપી હતી કે તેણે હવે લગ્ન કરીને ઠરીઠામ થઈ જવું જોઈએ.


Google NewsGoogle News