ખુશી બાદ જાહ્વવી કપૂરે પણ પોણા ત્રણ કરોડની કાર ખરીદી

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ખુશી બાદ જાહ્વવી કપૂરે પણ પોણા ત્રણ કરોડની કાર ખરીદી 1 - image


- જાહ્વવીના લક્ઝરી કારોના કાફલામાં ઉમેરો

- બોલીવૂડમાં રણબીર કપૂર પાસે અગાઉથી  લેક્સસની આ કાર છે

મુંબઈ: જાહ્વવી કપૂરે પોણા ત્રણ કરોડની નવી લેક્સસ કાર ખરીદી છે. તેની પાસે અગાઉથી મર્સિડિઝ, બીએમડબલ્યૂ, રેન્જ રોવર અને લેક્સસના જુદાં જુદાં મોડલ છે. હવે તેમાં લેક્સસસના એલએમ ૪૫૦એચ મોડલનો ઉમેરો થયો છે. 

હજુ થોડા  સમય પહેલાં જ ખુશી કપૂરે અઢી કરોડ રુપિયાની નવી કાર લીધી હતી. તે પછી તરત જ જાહ્વવીએ નવી કાર  ખરીદી હોવાના અહેવાલ સામે આવ્યા છે. 

છેલ્લા કેટલાક સમયમાં બોલીવૂડના  અમુક ટોચના કલાકારોએ આ મોડલની ખરીદી કરી હોવાનું કહેવાય છે. રણબીર કપૂર પણ તાજેતરમાં આ જ મોડલની કારમાં જોવા મળ્યો હતો. 

પ્રોફેશનલ ફ્રન્ટ પર જાહ્વવીની ફિલ્મો ખાસ ચાલતી નથી. તેની 'ઉલઝ' ફિલ્મ પણ નિષ્ફળ ગઈ છે. હવે તેને સાઉથની ફિલ્મ 'દેવરા' પર આશા છે. 


Google NewsGoogle News