કંગના રણૌત બાદ હવે સારા અલી ખાન પણ રાજકારણમાં કરશે એન્ટ્રી? ખુદ આપ્યા સંકેત
Image Source: Facebook
Sara Ali Khan News : ભાજપ તરફથી કંગના રણૌતની લોકસભા ચૂંટણી 2024 લડવા અંગેની ચર્ચા અત્યારે ખૂબ ચાલી રહી છે. હોમ ટાઉન હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી કંગના ચૂંટણી રણમાં ઉતરશે. આ દરમિયાન હવે સૈફ અલી ખાનની પુત્રી અને એક્ટ્રેસ સારા અલી ખાને રાજકારણમાં એન્ટ્રીને લઈને મોટું નિવેદન આપ્યુ છે.
રાજકારણ અંગે સારા અલી ખાનનું નિવેદન
તાજેતરમાં જ ઓટીટી પર પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સારા અલી ખાનની બહુચર્ચિત પોલિટિક્સ ડ્રામા ફિલ્મ 'એ વતન મેરે વતન' રિલીઝ થઈ છે. આ મૂવીના પ્રમોશન દરમિયાન તેને પૂછવામાં આવ્યુ કે શું તે ભવિષ્યમાં રાજકારણમાં એન્ટ્રી લેશે. આ પ્રશ્ન પર તેણે કહ્યું છે, 'હા બિલકુલ કરીશ'.
અગાઉ સારા અલી ખાને કહ્યું હતું કે, 'મેં ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. હું મારા જીવનમાં ભવિષ્યમાં રાજકારણમાં જરૂર આવીશ. જોકે આ કોઈ બેકઅપ પ્લાન નથી. જ્યાં સુધી મને લોકો બોલીવુડમાં રહેવાની તક આપતા રહેશે ત્યાં સુધી હું બોલીવુડમાંથી ક્યાંય પણ જવાની નથી.'
ઓટીટી પર સારાએ વાહવાહી લૂંટી
એ વતન મેરે વતન પહેલા સારા અલી ખાનની એક મર્ડર મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ મર્ડર મુબારક ફેમસ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. દરમિયાન સારાએ પોતાની કમાલની એક્ટિંગથી ખૂબ વાહવાહી લૂંટી છે. ફિલ્મ એ વતન મેરે વતનમાં સારાએ સ્વતંત્રતા સેનાની ઉષા મહેતાનું પાત્ર નિભાવ્યુ છે.