હાઉસફૂલ ફાઈવ પછી બાગી ફોરમાં પણ સોનમ બાજવાની પસંદગી
- ટાઈગર શ્રોફ સાથે રોમાન્ટિક રોલમાં
- પંજાબની અભિનેત્રીને બોલીવૂડમાં સાજિદ નડિયાદવાલાની ઉપરાછાપરી બે ફિલ્મો મળી
મુંબઇ : મૂળ પંજાબની અભિનેત્રી સોનમ બાજવાને બોલીવૂડમાં ઉપરાછાપરી બે ફિલ્મો મળી છે. અગાઉ તેને 'હાઉસફૂલ ફાઈવ' માટે સાઈન કરાઈ હતી. હવે સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શનની જ બીજી ફિલ્મ 'બાગી ફોર'માં પણ તેને સાઈન કરી લેવામાં આવી છે.
'બાગી ફોર'માં સોનમ બાજવા ટાઈગર શ્રોફની હિરોઈનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં વિલન તરીકે અગાઉ જ સંજય દત્તની ઘોષણા થઈ ચૂકી છે.
સોનમ અગાઉ 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી' અને 'બાલા' હિંદી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. તેણે તેલુગુ તથા તમિલની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.
પંજાબી સિનેમામાં સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રીઓમાં તેનો સમાવેશ થાય છે.