Get The App

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ ફેન્સ સાથે શેર કરી ખૂશ ખબર, કુણાલ પંડ્યાએ કર્યો સપોર્ટ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ ફેન્સ સાથે શેર કરી ખૂશ ખબર, કુણાલ પંડ્યાએ કર્યો સપોર્ટ 1 - image


Natasa Stankovic: ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે હવે આગળ વધી ગઈ છે. તેણે ફરી પોતાની પ્રોફેશનલ લાઇફ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જુલાઈમાં હાર્દિકથી અલગ થયા બાદ તે પોતાના દેશ સર્બિયા પાછી જતી રહી છે. તે હાલમાં દીકરા અગસ્ત્ય સાથે ભારત પાછી આવી હતી. હવે તેણે પોતાના પહેલાં પ્રોજેક્ટની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. થોડા કલાકો પહેલાં તેણે એક તસવીર પોસ્ટ કરી અને સિંગર પ્રીત ઇંદર સાથે મ્યુઝિક વીડિયો 'તેરે કરકે'નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તેના પર કુણાલ પંડ્યા નામના એથલિટે પણ રિએક્ટ કર્યું છે, જેને લોકો હાર્દિક પંડ્યાનો ભાઈ સમજી રહ્યા છે. જોકે, હાર્દિકના ભાઈનું નામ કૃણાલ હિમાંશુ પંડ્યા છે. 

હવે નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ પહેલાં પ્રોજેક્ટનું ટીઝર પણ રજૂ કરી દીધું છે. મ્યુઝિક વીડિયો 'તેરે કરકે'ના ટીઝરમાં નતાશાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. તેમાં તે અલગ-અલગ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ટીઝરમાં તેને શાનદાર ડાન્સિંગ મૂવ અને વૉક કરતાં જોઈ શકાય છે.


8 ઓક્ટોબરે થશે રિલીઝ

'તેરે કરકે' ગીત 8 ઓક્ટોબરે યુટ્યુબ ચેનલ પ્લે ડીએમએફ પર રિલીઝ થશે. આ પહેલાં, નતાશા સ્ટેનકોવિકે વીડિયોનું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરને શેર કરતાં તેણે લખ્યું, 'તેરે કરકેની ધૂન પર થનગનવા તૈયાર થઈ જાવ.' નતાશાની આ પોસ્ટ પર કુણાલ પંડ્યાએ કોમેન્ટ કરી હતી, જેને લોકો હાર્દિક પંડ્યાનો ભાઈ સમજી રહ્યાં છે. 


કુણાલ પંડ્યાએ નતાશા સ્ટેનકોવિકની પોસ્ટ પર હાર્ટ ઇમોજી બનાવીને પ્રતિક્રિયા આપી છે. વળી, ફેન્સે હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ પોતાના કામ પ્રત્યે સમર્પણ પર કોમેન્ટ કરી. એક ચાહકે કહ્યું, 'તે હવે પોતાના બાળક માટે કામ કરી રહી છે! મજબૂત મહિલા.' બીજા એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું, 'મા, મા બની રહી છે.' 

કામને લઈને સિલેક્ટિવ થઈ રહી છે નતાશા

આ પહેલાં, નતાશાની નજીકની વ્યક્તિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'નતાશા હવે પોતાનું બધું જ ધ્યાન પોતાના કામ પર લગાવવા ઈચ્છે છે અને આ જ કારણ છે કે, તે ભારત પાછી ફરી છે. હાર્દિકથી અલગ થયા બાદ આ તેનો પહેલો પ્રોજેક્ટ છે. તે હવે કામને લઈને ખૂબ જ સિલેક્ટિવ થઈ રહી છે.'



Google NewsGoogle News