કાશ્મીરમાં દાયકાઓ બાદ થિયેટર્સ હાઉસફૂલ, PM મોદીના નિવેદન બાદ શાહરૂખના ચાહકો ગેલમાં
શ્રીનગરમાં દાયકાઓ બાદ થિયેટરો હાઉસફૂલ ચાલી રહ્યા છે: મોદી
બોલિવૂડની આ ફિલ્મને લઈને વડાપ્રધાન મોદીનું ભાષણ સોશિયલ મીડિયામાં થયું વાયરલ
Image Twitter |
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
શાહરુખ ખાનની ફિલ્મ પઠાને દેશ- વિદેશમાં સૌથી વધારે કમાણી કરતી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ પઠાન વિશ્વમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. આ સાથે જ પઠાન ફિલ્મે આમિર ખાનની ફિલ્મ દંગલનો પણ રેકોર્ડને તોડી નાખ્યો છે. આ ફિલ્મે બાહુબલી-2 અને KGF-2ને પણ પછાડી દીધી છે અને ફરી એકવાર આ ફિલ્મે સોશ્યિલ મીડિયા પર ટ્રેડ થઈ ગઈ છે. એવામાં દેશના વડાપ્રધાન મોદીએ સંસદ ભવનમાં પોતાના ભાષણમાં એવી એક વાત કરી કે જે શાહરુખ ખાનની ફિલ્મ સાથે જોડાયેલ છે.
શું કહ્યુ વડાપ્રધાન મોદીએ
સંસદ ભવનમાં દેશના વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ રજુ કર્યુ તે સોશ્યિલ મીડિયા વાઈરલ થયુ છે. જેમા PM મોદી કહી રહ્યાx છે કે શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટરો હાઉસફુલ ચાલી રહ્યા છે. વડાપ્રધાનના આ નિવેદન બાદ લોકોને પઠાન યાદ આવી ગઈ હતી. લોકોએ વડાપ્રધાનની આ વાતને શાહરુખ ખાનની ફિલ્મ પઠાન સાથે જોડી દીધી છે. આવુ એટલા માટે કે આ ફિલ્મને આજે દેશ- વિદેશમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તે સાથે તેણે શ્રીનગરમાં પણ ડંકો વગાડી દીધો છે. શ્રીનગરમાં 32 વર્ષ બાદ માત્રને માત્ર પઠાનના કારણે સિનેમાઘરોમાં ફરી નવી રોનક આવી છે. દરેક સિનેમાઘરોની આગળ શૉ હાઉસફૂલના પાટીયા લગાવવામાં આવ્યા છે.
શ્રીનગરના સિનેમાઘરોમાં પઠાન હાઉસફૂલના પાટીયા
વડાપ્રધાન મોદીના ભાષણની ક્લીપ કિંગખાનના ફેન્સમાં ખૂબ છવાઈ ગયુ છે. શાહરુખના ચાહકો તેને પ્રાઉડ મોમેન્ટ ગણાવી રહ્યા છે. એક યુજર્સે તો એવુ લખ્યુ છે હવે તો દુનિયા માની રહી છે અને પઠાનને દરેકનો પ્યાર મળ્યો છે. તો કેટલાકે લખ્યુ કે પઠાનની સફળતાએ શાહરુખ ખાને તેના ચાહકોમાં મોટો વધારો કર્યો છે.