Get The App

કેન્દ્રની નોટિસ બાદ YouTubeએ હટાવ્યો વિવાદિત વીડિયો, મુંબઈ પોલીસે રણવીર-સમયનો સંપર્ક કર્યો

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
કેન્દ્રની નોટિસ બાદ YouTubeએ હટાવ્યો વિવાદિત વીડિયો, મુંબઈ પોલીસે રણવીર-સમયનો સંપર્ક કર્યો 1 - image


Ranveer Allahbadia: સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો India's Got Latentને લઈને થયેલો વિવાદ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ આ શોનો એક નવો એપિસોડ રિલીઝ થયો છે, ત્યારબાદથી સમગ્ર વિવાદ શરુ થયો હતો. આ શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાએ અમુક એવા નિવેદન આપ્યા હતા, જેનો વિરોધ થઈ રહ્યો છે. આ સિવાય રણવીર અને શોની આખી ટીમ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં કેસ પણ કરવામાં આવ્યો છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ટીમ સામે અસમમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિવાદને વધતો જોઈ આ વિવાદિત એપિસોડને હવે YouTubeમાંથી હટાવી દેવામાં આવ્યો છે. 

યુટ્યુબે દૂર કર્યો વિવાદિત વીડિયો

NHRCએ યુટ્યુબને વિવાદિત વીડિયો હટાવવાનો નિર્દેશ કર્યો હતો. સાથે જ 3 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવ્યું છે, ત્યારબાદ વીડિયોને દૂર કરવામાં આવ્યો. કેસ દાખલ થયા બાદ ઇન્ડિયા ગૉટ લેટેન્ટ શોના વિવાદિત નિવેદન મામલે મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સામે હાજર થઈને સહયોગ કરવા અને આ મામલે પોતાનો પક્ષ મૂકવા કહ્યું છે.

આ પણ વાંચોઃ ‘અશ્લિલતા વિરુદ્ધ કાર્યવાહી’ રણવીર, રૈના, જસપ્રીત સિંહ સહિત પાંચ લોકો વિરુદ્ધ FIR, CM હિમંતએ કર્યું ટ્વિટ

રણવીરે માંગી માફી

શો દરમિયાન રણવીરના નિવેદનથી લોકો રોષે ભરાયા હતા. ત્યારબાદ સમય રૈનાના શો પર અશ્લીલ સવાલ પૂછનારા રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી પોતાના નિવેદનને લઈને માફી માંગી છે. તેણે કહ્યું કે, 'મારું નિવેદન અયોગ્ય હતું અને રમૂજી પણ નહતું. કોમેડી શો મારી વિશેષતા નથી. હું ફક્ત માફી માંગવા આવ્યો છું. હું આ નિવેદનને લઈને કોઈ કારણ નહીં જણાવું ફક્ત માફી માંગી રહ્યો છું'.


આ પણ વાંચોઃ કોમેડીના નામે અશ્લીલતા: પોલીસ ફરિયાદ થતાં રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી, જુઓ શું કહ્યું

લોકોએ શો પર પ્રતિબંધની કરી માંગ

જેવો જ આ એપિસોડ લોકોએ સોશિયલ મીડિયા પર જોયો કે તુરંત લોકોએ પોતાના એકાઉન્ટ્સ પર રણવીર અલ્હાબાદિયા અને ઇન્ડિયા ગૉટ લેટેન્ટ બંધ કરવાની માંગ કરી છે. આ સાથે જ રણવીરને અનસબ્સક્રાઇબ કરવાનું પણ શરુ કરી દીધું છે. નેટિઝન્સનું કહેવું છે કે, રણવીર અલ્હાબાદિયાને જે ખ્યાતિ મળી રહી છે, તે એના લાયક નથી. જોકે, સમય રૈના અને રણવીરે અત્યાર સુધી આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી અને ન તો માફી માંગી છે. 


Google NewsGoogle News